________________
૪૫
તેથી તેને અને આ ધનને તેને આપી હું દેવામાંથી મુક્ત થઈશ.” આ સાંભળતાં કન્યા ગભરાઈ ને પિતાનાં કર્મને ધિક્કારતી બોલી, “ખરેખર મેં બેટું સાહસ ખેડયું, આને પંજામાંથી હવે છૂટાય તેમ નથી. મારી ધારણા ધૂળમાં મળી ગઈ.” બેલતી કર્મ–પ્રારબ્ધ પર વિચાર કરતી બેલી,
હવે રડે, કૂ કે કર્મને દેષ દેવાથી કોઈ જ વળવાનું નથી. હવે અહીંથી છૂટી ક્યાંય જઈ શકવાની નથી.” રાજકુમારી આ પ્રમાણે બેલતી હતી, ત્યારે વિક્રમ સાંઢણીને ઝાડ-ઝાંખરામાંથી લઈ જઈ રહ્યા હતા. તે ઝાડ-ઝાંખરા રાજકુમારીને વાગતાં હતાં તેથી તેણે કહ્યું, “ જરા સંભાળીને હકે. મને ઝાડ-ઝાંખરા લાગવાથી દુઃખ થાય છે.” આ સાંભળી હસી વિકેમ બોલ્યા, “આટલાથી ગભરાવ છો? આ જુગારીને પનારે પડી હજી કેટલુંય વેઠશે.” આ સાંભળી રાજકુમારી ચૂપ જ થઈ ગઈને વેઠવું પડતું દુઃખ શાંતિથી સહન કરવા લાગી.
સાંઢણી સાથે મહારાજા પિતાના રાજની હદમાં આવી પહેચ્યા ત્યારે રાત ઢળી રહી હતી. તેથી નદીકિનારે મુકામ કરી કહ્યું, “હું સૂઈ જાઉં છું, તું મારા પગ દબાવ.”કહી મહારાજા સૂતા ને લાચાર રાજકુમારીએ પગ દબાવવા માંડયાં. તેવામાં સિંહ ગર્જના સંભળાઈ. તે સાંભળી ગભરાઈને વિક્રમને કહ્યું, “ભયંકર અવાજ સંભળાઈ રહ્યો છે.” મહારાજાએ આ સાંભળી બેઠા થઈ અવાજની દિશાએ બાણ માર્યું અને પાછા સૂઈ ગયા. રાજકુમારી પગ દબાવે ગઈ તેવામાં