________________
૪૦૩
એ ભાઈને શબ્દ સાંભળી મહારાજા મનમાં વિચારવા લાગ્યા, “જરૂર મારું કાર્ય અહીં પૂર્ણ થશે. કેમ કે, આ જાતનું નગર, રાજ, ધનાઢય વ્યક્તિ, હાથી, અશ્વ, છત્ર, ચામર આદિ દેખવાથી અથવા શુભ અને મને હર શબ્દો સાંભળવાથી કાર્ય સિદ્ધ થાય છે, તેવું શુકન શાસ્ત્રમાં કહ્યું છે. આ પ્રમાણે વિચારતા મહારાજાએ ભજન અને આરામ કરી અદૃશ્ય રૂપે નગરમાં ભ્રમણ કરવા માંડયું. ત્યારે રાજા ચંદ્ર, નગરજનો સાથે પ્રસન્નતાપૂર્વક પોતપોતાના સ્થાને ગયા.
લક્ષ્મીવતી રાજા ચંદ્રની કુમારીએ પિતાના મહેલે આવી સાતમે માળે જઈ નગરની પ્રતિષ્ઠિત નર્તકીઓને
લાવી નૃત્ય-સંગીત સમારંભ કર્યો, ત્યાં અદ્રશ્ય રૂપે મહારાજા આવ્યા ને જોવા લાગ્યા. મોડી રાત સુધી નૃત્ય સંગીત ચાલ્યું. તે પછી આદરસહ ઈનામ અને પાન આપી નર્તકીઓને રજા આપવામાં આવી. ને હારબંધ કરાવ્યાં. મહારાજા પેટી માટે ગુપ્ત રીતે મહેલમાં રહ્યા, તેવામાં પૂર્વ સંકેતાનુસાર કલાકના દસ ગાઉ ચાલવાવાળી સાંઢણી સાથે રાજા ભીમ ત્યાં આવ્યા ને વાંસની સહાયથી મહેલમાં આવી લભવતીને કહ્યું, “રાજકુમારી, ચાલ, ઊઠો. વખત ન ગુમાવો.” આ સાંભળી રાજકુમારીએ કહ્યું, “પહેલાં રત્નપેટી ઉતારી તે પછી હું આવું છું.” - ભમે રાજકુમારીના કહેવા પ્રમાણે કર્યું. એટલે રાજકુમારી ઉતરવા લાગી, ત્યારે વિક્રમે વિચાર કર્યો, “રાજકુમારી