________________
૩૦૪
ગયે. દિવસ થડે બાકી રહ્યો, ત્યારે મંત્રીઓના આગ્રહથી બાજી પર વસ ઢાંકી મહારાજા ભોજન કરવા ઊઠયા. તે પછી નગરચર્ચા જેવા નીકળ્યા.
નગરમાં ફરતા ફરતા મહારાજા કારુ-નારુના વાસમાં આવ્યા. ત્યાં તેમના કાને શબ્દ પડયા, “મહારાજાએ હાથે કરીને તાવને તેડું આપ્યું છે. દેવદમની તે દેવેનું પણ માન મર્દન કરે તેવી છે. તેથી તે તેને દેવદમની કહેવામાં આવે છે.” આમ અનેક પ્રકારની વાત સાંભળતાં મહારાજા. મહેલે આવી સુખશયામાં પડયા. વિચારવા લાગ્યા. દેવદમનીને હરાવવાને એક માર્ગ જડતું નથી.” વિચારતા મહારાજાને પાછલી રાતના ઊંઘ આવી પણ પ્રભાતના મંગળ શબ્દએ મહારાજા જાગ્યા. નિત્યકર્મ પરવારી સભામાં ગયા ને આખે દહાડો રમ્યા. દિવસના છેલ્લે કલાકે ભેજન આદિ પરવારી અંધેરપછેડી ઓઢી મહારાજનગરચર્ચા જેવા નીકળ્યા. ફરતા ફરતા મહારાજા ગંધવાહા સ્મશાનમાં આવ્યા. એ સ્મશાન પાસે નાનું શું એક મંદિર હતું, તે મંદિરમાંથી ડમરુને અવાજ આવતું હતું. તે અવાજની દિશાએ મહારાજા ડું ચાલ્યા અને તે મંદિરની લગભગ થયા ત્યારે તેમની દષ્ટિએ ભયંકર દશ્ય પડ્યું, ઊંટ જેવા હેઠ, બિલાડી જેવી આંખે, ગધેડા જેવા દાંત, કુહાડી જેવા નખ, પથ્થર જેવી આંગળિયે, મેટું પેટ, ચપટું નાક, ઉંદર જેવા કાન, કાળા રંગનું શરીર, સૂગ ચઢે તેવું મેટું, વિચિત્ર પ્રકારના માથાના વાળ હાથમાં ઢાલ અને તલવાર, ગળામાં માણસની ખોપરીઓની