________________
૩૯૩
આજી પર વસ્ત્ર ઢાંકી મહારાજા જમવા ઊઠયા. દેવદમની પિતાને ત્યાં ગઈભેજનાદિકાર્ય પરવારી મહારાજા દેવદર્શન કરી નગરચર્ચાવા નીકળ્યા, ત્યારે રાત્રિએ પિતાને અમલ વિસ્તાર્યો હતે. ચોરેચોટે મહારાજા અને દેવદમની સંબંધમાં અનેક મુખે અનેક વાતે થતી હતી. કેઈ કહેતું, “મહારાજાએ દેવદમની સાથે બાજી રમવા માંડી છે, તે સારું તે નથી જ કર્યું, આખાય રાજમાં મહારાજાને સાચી શિખામણ આપનાર મંત્રી નથી? દેવદમની સાથે બાજી રમવામાં મહારાજાએ મૂર્ખાઈનું પ્રદર્શન કર્યું છે, આ દેવદમની દેવીની ઉપાસક છે. તેણે સીકોતરી દેવીને સિદ્ધ કરી છે. તેથી તેને કોઈ હરાવી શકે તેમ નથી.” ત્યારે એક વૃધે કહ્યું, “રાજાની નીતિરીતિનું ઠેકાણું હોતું નથી તેમ મોટેરાઓ કહી ગયા છે. રાજા જોગી અગન જળ ઈનકી રીતઃ ડરતે રહીએ પરસરામ ઓછી પાળે પ્રિત."
આમ જુદી જુદી વાતે પ્રજાના મેઢેથી સાંભળી મનથી દુઃખી થતા મહરાજા મહેલે આવ્યા. સુખશય્યામાં પડયા, પણ ઊંઘ ન આવી તે ન જ આવી, બાકી રહેલી રાત વિચારમાં વિતાવી.
બીજે દિવસે સવારમાં મહારાજાએ ઈષ્ટ દેવાદિનું સ્મરણ કરી સુખશા ત્યાગી, નિત્યકર્મ પરવારી દેવદર્શનાદિ કરી રાજસભામાં આવ્યા. સભામાં દેવદમની તેમની રાહ જોતી જ બેઠી હતી. મહારાજાએ આવી બેઠક લીધી ને અધુરી બાજી રમવા માંડી. આખો દિવસ રમતમાં જ પસાર થઈ