________________
૨૮૨
ત્યાં આવી કહ્યું, “મહારાજાએ તારા કહેવા પ્રમાણે કાર્ય કર્યું છે, માટે હવે તારી દીકરીને મારી સાથે મેકલ.”
નાગદમનીએ દેવદમનીને બનીઠની રાજસભામાં જવા કહ્યું. દીકરીએ માના કહ્યા પ્રમાણે સુંદર વસ્ત્રાભૂષણ પહેર્યા અને દૂત સાથે રાજસભામાં ગઈ “શું અપ્સરા સદેહ પૃથ્વી પર આવી છે?” મહારાજાના મનમાં તેને જોતાં વિચાર જન્મે.
મનના એ વિચારને ખંખેરતા મહારાજા બોલ્યા, “મેં તને સેગઠા બાજી રમવા બેલાવી છે.”
“હું તૈયાર છું,” દેવદમની બેલી ને મહારાજાએ તેમજ દેવદમનીએ બાજી રમવાની શરૂઆત કરી.
બંને જણ એક બીજાને હરાવવા પ્રયત્ન કરતાં હતાં પણ કેઈ હારતું ન હતું, તેથી મહારાજા મૂંઝાવા લાગ્યા, મનમાં વિચારવા લાગ્યા, “જે, આ મને જીતી ગઈ તે જગતમાં મારી અપકીર્તિ થશે-નિંદા થશે.” વિચારતા મહારાજાએ અગ્નિવૈતાલને યાદ કર્યો, યાદ કરતાં જ અગ્નિતાલ આવ્યું એટલે મહારાજા ઉત્સાહભેર રમવા લાગ્યા, મધ્યાહન છે. જમવાને સમય છે. મંત્રીઓ વગેરે મહારાજાને ભેજના કરવા કહેવા લાગ્યા, પણ મહારાજા બાજી છેડી ઊઠવા તૈયાર ન હતા. તેમણે કહ્યું “તમે જમવા જાવ મને સમય નથી.” ત્યારે મંત્રીઓએ કહ્યું, “અન્નના અભાવે અશક્તિ જણાશે. વળી આખાય રાજ્યને આધાર આપના પર છે.”
આમ મંત્રીઓ વારંવાર કહી રહ્યા હતા, ત્યારે દિવસ એક કલાક બાકી રહ્યો હતે. રાત્રિ ભેજનના પાપના ભયથી સંગઠી