________________
૩૦૧
નાગદમની “શું કરવું ?” ના વિચારમાં પડી, તે મનમાં બેલી, “બાળકના ગમે તેવા શબ્દથી મહારાજ પિતાનું અપમાન સમજી તેને સજા કરે છે?” વિચારતી તે કાંઈક નિર્ણય પર આવી બોલી, “હું જ ત્યાં આવું છું.” બેલી તે દૂત સાથે મહારાજા સમક્ષ આવી ઊભી, તેને જોતાં જ વિકમે કહ્યું, “તારી દીકરીના શબ્દોથી મને કોઈ થયે નથી, પણ તેની પાસેથી પંચદંડવાળું છત્ર શું છે તે જાણવું હતું, હવે તું આવી છે તે તું જ કહે.”
આપને પંચદંડવાળા છત્ર માટે જાણવા ઇચ્છા હોય તે આપના રાજમહેલથી મારી હવેલી સુધી સુંદર ગુપ્ત માર્ગ તૈયાર કરો.” નાગદમની બોલી, “તે પછી મારી પુત્રી સાથે સેગઠાબાજી રમે અને તેને તેમાં ત્રણવાર હરાવી, તેની સાથે લગ્ન કરે. તે પછી આપને પાંચ આદેશ કાર્ય બતાવવામાં આવશે, તે પૂરાં થયે તે અથવા હું પંચદંડવાળા છત્ર સંબંધમાં કહીશું.”
નાગદમની,” મહારાજ બોલ્યા, “આજ સુધી મેં ન તે તેવા છત્ર વિશે સાંભળ્યું છે અથવા દેખ્યું છે તેથી તે જાણવા તારા કહેવા પ્રમાણે કરવામાં આવશે.”
આ સાંભળી નાગદમની પિતાને ત્યાં ગઈ ને મહારાજાએ માણસે બોલાવી નાગદમનના કહ્યા પ્રમાણેને સુંદર ગુપ્ત માર્ગ પુષ્કળ ધન ખરચી તૈયાર કરાવ્યું. તે તૈયાર થતાં દૂતને બધું સમજાવી નાગદમનીને ત્યાં મેક. દૂતે નાગદમનને