________________
નવમે
છે
પ્રકરણ આડત્રીસમું
...
...
...
દેવદમની
સંવત પ્રવર્તક મહારાજા વિક્રમના સમયમાં અંવતીનગરી બધી જ રીતે આબાદ હતી. જાણીતી હતી. એ નગરીમાં નાગદમની નામની ઘાંચણ રહેતી હતી. તે બુદ્ધિશાળી હતી, ચાલાક હતી, શ્રીમંત હતી. તેની બુદ્ધિ અને ચાલાકીનાં સર્વત્ર ભારોભાર વખાણ થતાં. ને વધુમાં તેના સંબંધમાં અવનવી વાતે પણ સંભળાતી. સાચે જ તેનું જીવન પણ રહસ્યમય જ હતું.
નાગદમનીની દેવદમની નામની સ્વરૂપવાન દીકરી હતી. તે તેથી માથી સવાઈ હતી તેવી લોકવાયકા હતી. તે સર્વ કલામાં પારંગત હતી અને તેની વાહવાહ બધે બોલાતી.
આ નાગદમનીની હવેલી રાજમાર્ગ પર હતી અને તે પ્રત્યેક માટે આકર્ષણનું સ્થાન હતી.
એક દિવસે લાવલશ્કર, તેમજ દરબારીઓ સાથે મહારાજા વિક્રમ હાથી પર બેસી નગર બહાર આવેલા બાગમાં આનંદ માટે ગયા, ત્યાંથી પાછા વળતા તે નાગદમનીની હવેલી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે દેવદમનીની