________________
પ્રકરણ સાડત્રીસમું .. .. .. .. ઉદાર વિક્રમ
એક દિવસે મહારાજા વિક્રમ સભામાં બેઠા હતા. તેમણે ભક્માત્રને કહ્યું, “હે મંત્રીશ્વર! રાજા પ્રજાને કઈ રીતે સુખી રાખી શકે?”
“મહારાજ! રાજા અને પ્રજાને સંબંધ બાપ-બેટાના જેવો છે. રાજા જે પ્રજાને સુખી કરવા વિચારે તે તે તેનું વર્તન પ્રજા પ્રત્યે બાપ જેવું હોવું જોઈએ.”
મહારાજા વિક્રમ ભટ્ટમાત્રના શબ્દ વિચારી રહ્યા. એ શબ્દોમાં કેટલું સત્ય રહ્યું છે, તે જાણવા વેશ પરિવર્તન કરી નગરચર્ચા જોવા નીકળ્યા. ફરતા ફરતા નગર બહાર શેરડીના ખેતર પાસે આવ્યા ને તે ખેતરની માલિકણને કહ્યું, મા, મને તરસ લાગી છે, તે શેરડીનો રસ આપશે?”
“શા માટે નહિ?” કહી ખેતરની માલિકણે કહ્યું, “હું શેરડીને રસ કાઢું છું. તમે હાથ નીચે રાખે.” કહેતી ખેતરની માલિકણે શેરડીમાંથી રસ કાઢયે. મહારાજા પીને તૃપ્ત થયા. તે પછી મહેલે ગયા, ત્યારે તેમને વિચાર આવ્યું. “એ ખેતરની માલિકણને સારી જેવી ઊપજ થતી