________________
૩૭૩
નથી. વિશ્વાસઘાતના ઘોર પાપને કારણે હું રડું છું. મારે આ માનવ-મિત્ર નરકને અધિકારી બનશે ! અરેરે મારા, આ મિત્રને કેવી કુબુદ્ધિ સુઝી ?”
આવી વાનરની ચમત્કાર ભરેલી વાત સાંભળી નિરાશ થઈને વાઘ પિતાને થાને ચાલ્યા ગયે.
પિતાના વિશ્વાસઘાત કૃત્યથી વાનર અને વાઘ આગળ છોભીલે પડી જતાં રાજકુમારનું મગજ ચસકી ગયું. અને અંતરાધિષ્ઠિત વાનરની પ્રેરણાથી તે “વિ-સે-મિ-રા” ‘વિ-સે-મિરાબેલતે ગાંડાની જેમ જંગલમાં ભમવા લાગે.
હવે વનમાંથી રાજકુમારનો ઘોડે સવાર વિના નગરમાં પાછો ફરેલ હોઈ આપે આપના સૈનિકોને જંગલમાં રાજકુમાર ને શોધવા મેકલ્યા. ત્યાં તેઓને રાજકુમાર “વિ–સે-મિ-રા, વિસે-મિ-રાના અવાજો કરેતે વિચિત્ર હાલતમાં મળી આવ્યા...”
રાજા અને પ્રજાજને આ અદ્ભુત પૂર્વકથા સાંભળી સ્તબ્ધ બની ગયા.
સહુએ એક અવાજે પૂછ્યું: “પ્રધાનપુત્રી, કૃપા કરી કહેશે, આપે કયા જ્ઞાનથી આ હકીક્ત આપના આવાસમાં બેઠા બેઠા જાણું?”
પડદા પાછળથી જવાબ આપે, “જેમ પંડિત શ્રી શારદાનંદને, પાણીના સાથળમાં રહેલા તલની વાત જાણી