________________
૩૪૭
કહ્યું “આ અવતારથી બાવન ભવ પહેલાં તમે જેનું કપટથી રાજ લઈ લીધું હતું તેણે?”
મેં કનું રાજ લઈ લીધું હતું ?” શુકરાજે પૂછ્યું, મુનીશ્વરે કહ્યું, “આ તમારા મામા ચંદ્રશેખરનું.” આ સાંભળી શુકરાજ આશ્ચર્ય પામી ઊભે થય ને મુનિ ચંદ્રશેખરને પ્રણામ કર્યા. તે પછી પોતાનાં પાપ કર્મોની નિંદા કરતાં મુનિ ચંદ્રશેખરે ઉગ્ર જ્ઞાન, ધ્યાન અને તપવડે અષ્ટ પ્રકારનાં કર્મોને નાશ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
શુકરાજ ગિરિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરી પોતાના નગરમાં પાછો આવ્યો ને રાજકાજ સંભાળવા લાગ્યો. દિવસ જતાં પદ્માવતીએ સ્વપ્નમાં ચંદ્રને પિતાના મોઢામાં પ્રવેશ જોયે. તે દેખતાં જ તે જાગી અને ધર્મધ્યાનપૂર્વક રાત્રિ વિતાવી ને પ્રભાતમાં ઊઠીને દાન પુણ્ય કર્યા.
પૂરેમાસે તેણે તેજસ્વી પુત્રને જન્મ આપ્યું. શુરજે તેનું નામ ચંદ્ર રાખ્યું. તે ચંદ્ર મેટો થતાં સૂર નામના રાજાની કન્યા સાથે લગ્ન કર્યા.
એક વખતે શ્રી કમલાચાર્ય નામના ધર્માચાર્ય પોતાના પરિવાર સાથે વિહાર કરતા તે નગરના ઉદ્યાનમાં આવ્યા. આ સમાચાર શુકરાજને મળતાં પિતાનાં કુટુંબ સાથે વાંદવા ગયે. શ્રી કમલાચાર્યે ધર્મોપદેશ આપ્યો.
ઉપદેશ દેતા ગુરુએ ધીરવણિક અને ધનદશેટ્ટીની કથા કહ્યા પછી અરિમર્દન રાજાની કથા કહી.