________________
૩૪૬
જ્યારે તેજ ઉન્ન થશે ત્યારે શત્રુ આપોઆપ ચાલ્યા જશે.” કેવળ ભગવંતનું કહેલું સાંભળી શકરાજ ભગવંતને પ્રણામ કરી પત્નીઓ સાથે વિમાનમાં બેસી વિમલાચલ પર ગયો. ત્યાં ગુફામાં બેસી નવકાર મંત્રનો જાપ કરવા માંડયો. છ માસ પૂરા થતા ત્યાં અપૂર્વ તેજ ઉત્પન્ન થયું. પછી તે પિતાની પત્નીએ સાથે પોતાના નગર તરફ જવા લાગ્યો ત્યારે ચંદ્રશેખરને રાજન અધિષ્ઠાત્રી દેવીએ કહ્યું, “તું આજથી ચંદ્રશેખર થઈ જશે, શુકરાજનું રૂપ ચાલ્યું જશે.” આ સાંભળતાં જ ચંદ્રશેખર ત્યાંથી નાસી છૂટયો. ને શુકરાજ પિતાના નગરમાં આવી પહોંચે. રાજ સંભાળ્યું, ત્યારે “આ બધું કેમ બન્યું? તેમ મંત્રીઓએ પૂછ્યું. શકરાજે યોગ્ય જવાબ આપ્યો તે પછી વિદ્યાધર સાથે તીર્થાધિરાજ શ્રી વિમલાચલ પર વિરાજેલા શ્રી ઋષભદેવ પ્રભુને પ્રણામ કરવા શુકરાજ સંઘપતિ થઈ સકળ સંઘ સાથે ચાલ્યો. માર્ગમાં પૂજા વગેરે કરતા અનુક્રમે ચતુર્વિધ સંઘ ગિરિરાજ શ્રી વિમલાચલ મહાતીર્થને વિષે આવ્યો. એટલે શુકરાજે કહ્યું, “અહીં પંચપરમેષ્ટિ નવકાર મંત્રનો જાપ કરી મેં શત્રુ પર વિજય મેળવ્યો હતે, માટે આ ગિરિરાજને આજથી શત્રુંજય કહેવામાં આવશે.”
ચંદ્રશેખર પણ શ્રી આદિનાથ પ્રભુને પ્રણામ કરી પિતાનાં કરેલાં કમને મનમાં પસ્તા કરવા લાગ્યું ને શ્રી મહેદય મુનિવર પાસે ભાવથી દીક્ષા લીધી. શુકરાજ ત્યાં આવ્યો ને મુનીશ્વરને વંદના કરી પૂછવા લાગે, “કપટથી . મારું રાજ્ય કેણે લઈ લીધું હતું ?' જવાબમાં મુનીશ્વરે