________________
૩૪૫
- સાથે મારું રૂપ લઈ આવ્યો છે. મારી સ્ત્રીએ પણ તેને વશ થઈ ગઈ છે. તે ઉઘાનમાં ઉતર્યો છે. તેને જલદી વિદાય કરો.”
શુકરાજ રૂપ ધારી ચંદ્રશેખરના શબ્દો સાંભળી બુદ્ધિધન નામને મંત્રી ઉદ્યાનમાં ગયે. શુકરાજને ત્યાંથી ચાલ્યા જવા - કહ્યું. બંને વચ્ચે કેટલીય વાતેની આપલે થઈ પદ્માવતી અને વાયેગાએ પણ વચ્ચે સૂર પૂરાવ્યું પણ તેને કોઈ જ અર્થ સર્યો નહિ. લાચાર શુકરાજ પિતાની પત્નીઓ સાથે ત્યાંથી વિમાનમાં બેસી ચાલ્યા ગયે. બુદ્ધિધન મંત્રી ચંદ્રશેખર પાસે આવ્યા. બધું કહ્યું, તે સાંભળી ખુશ થયેલા ચંદ્રશેખરે વીસ ગામ તેને ઈનામમાં આપ્યાં.
હવે વિમાનમાં બેસી આગળ વધતા શુકરાજનું વિમાન એક દિવસ એકાએક આગળ વધતું અટકયું. “વિમાન કેમ અટકયું?” નો વિચાર કરતા શુકરાજે તરફ જોયું, તે પિતાના પિતાને સુવર્ણકમળ પર બેઠેલા જોયા. એટલે વિમાનમાંથી ઉતરી તેમને તેણે વિધિપૂર્વક પ્રણામ કર્યા. કેવળી ભગવંતે ધર્મોપદેશ કર્યો. એ સાંભળ્યા પછી શુકરાજે કહ્યું, “કોઈએ મારું રૂપ લઈ મારું રાજ લઈ લીધું છે. શુકરાજના આ શબ્દો સાંભળ્યાન સાંભળ્યા કરી કેવળ ભગવંત શાંત રહ્યા, ત્યારે શકરાજ ફરીથી બોલ્યો, “હે ભગવન આપનાં શ્રેષ્ટ દર્શન થયા પછી મારું રાજ્ય જાય એ મારું દુર્ભાગ્ય જ કહેવાય ને?” આમ બોલતા શુકરાજે કેટલીય પ્રાર્થના કરી ત્યારે કેવળી ભગવંતે કહ્યું, મિક્ષ અને સુખ આપનાર વિમલાચલ તીર્થ છે. તેની ગુફામાં છ મહિના સુધી નમરકાર મહામંત્રનો જાપ કરે. તે ગુફામાં