________________
૩૨૯
વાંદવા ગયે. બધા વંદન કરી રહ્યા તે પછી ગુરુદેવને ઉપદેશ દેવા વિનંતી કરી ત્યારે ગુરુદેવ બોલ્યા, “જે ન્યાય કરી જાણતો નથી, તેને વળી, ઉપદેશ છે દે” આ સાંભળી રાજા બે હાથ જોડી બે, “મહારાજ, હું ક્યારે પણ ન્યાય કરવામાં ભૂલ કરતું નથી.”
એ કહેવું બરાબર નથી. તે સત્યવાદી શ્રીતને શૂળીએ ચઢાવવા આજ્ઞા કરી છે ને?”
જ્ઞાની ગુરુના શબ્દો સાંભળી રાજા આશ્ચર્ય પામ્યું ને સેવકને મોકલી શ્રીદત્તને ત્યાં બેલા. શ્રીદર આવતાં જ રાજાએ માન સાથે પોતાની પાસે બેસાડ. ને ગુરુને પૂછયું, તમે શ્રીદત્તને સત્યવાદી કેવી રીતે કહ્યો?
ગુરુ આ પ્રશ્નનો જવાબ આપે તે પહેલાં જ પેલે વાનર સામગ્રી સાથે ત્યાં આવ્યું, ને સોમશ્રીને પીઠ પરથી ઉતારી ઉપદેશ સાંભળવા બેઠે. ગુરુએ ઉપદેશ દેવા માંડે, તે પૂરો થતાં શ્રીદને પૂછ્યું, “ગુરુદેવ, ક્યા કર્મના પ્રભાવથી મને મા અને પુત્રીમાં અનુરાગ ઉત્પન્ન થયે?' જવાબમાં ગુરુએ કહ્યું, “પૂર્વજન્મને કર્મોથી જ આ બન્યું છે.” કહેતા ગુરુદેવ શ્રીદત્તને પૂર્વજન્મ કહેવા લાગ્યા, “પાંચાલ દેશમાં એક મંપિલ્યપુર નામનું નગર હતું. ત્યાં ચૈત્ર નામના બ્રાહ્મણને ગૌરી અને ગંગા નામની સ્ત્રીઓ હતી. આ રૌત્રે એક દિવસ પિતાના મિત્ર મૈત્રને પરદેશ કમાવા જવાની વાત કહી, મૈત્રે તે વાત માની ને બંને જણા કમાવા માટે ત્યાંથી