________________
૩૨૧ તમારે જે કહેવું હતું તે કહી રહ્યા. હવે હું છું. મારે જીવ જાય તે ભલે જાય, પણ એ શ્રેષ્ઠીની પત્ની હું પાછો આપવાનું નથી. આ સિવાય બીજું કાંઈ કહેવાનું ન હોય. તે તમે જઈ શકે છે.
સજા સમજે તેમ નહિ લાગવાથી મંત્રીઓએ ચાલતી પકડી. તેમને આ સમાચાર કહ્યા. સમ આ સાંભળી દુઃખી થ, પિતાને ત્યાં આવ્યું ને શ્રીદત્તને કહેવા લાગે, “શ્રી દત્ત, રાજાએ અન્યાય કર્યો છે, તેને બદલે તેને આપ જ જોઈશે. હું અહીંથી જઈ કઈ બળવાન રાજાને મળીશ. રાજાને નાશ કરાવી તારી માને પાછી લાવીશ, કહી. જોઈતું ધન લઈ તે ત્યાંથી ગયે.
દિવસે એક પછી એક જવા લાગ્યા. મા-બાપના વિયેગમાં શ્રીદત્ત ગૂરી રહ્યો હતો તેવામાં તેની પત્નીએ પુત્રીને જન્મ આપે. પડતા પર પાટુ પડ્યું. દીકરીને બાપ ક્યારે સુખી હોય છે?
મનથી દુઃખી થતા શ્રીદત્તને ગામ-પર કંટાળો આવે તેણે પિતાના મિત્ર શંખદત્તને મળી વિદેશ કમાવા જવા નક્કી કર્યું ને બંને મિત્રો કમાવા ચાલ્યા.
તેઓ જ્યારે કટાહાર દ્વિીપમાં આવ્યા, ત્યારે નસીબદેવીની કૃપાથી આઠ કેટી ધન પ્રાપ્ત થયું હતું. આટલી સંપત્તિથી સંતેષ માની તેઓ ઘર તરફ પાછા ફરવા વિચારતા હતા, તેવામાં દરિયામાં ચાલતા વહાણમાં બેઠેલા બન્ને મિત્રોને એક
૨૧