________________
૨૯૯
મહિમાને સમજાવનારી ધર્મકથા સાંભળી રાજા વિક્રમાદિત્ય બોલ્યા, “અહો, આ લક્ષ્મી ત્યાગ કરવા લાયક જ છે.. સજજનોને ઉપલેગ માટે નથી.
એ લક્ષ્મીની ભાઈએ વગેરે બધા ઈચ્છા કરે છે. ચર ચોરવાની ઈચ્છા કરે છે, રાજા યુકિતપ્રયુકિતએ લઈ લેવા વિચારે છે. અગ્નિ જોતજોતામાં તેને બાળી ભષ્મ કરે છે, પાણ ડૂબાડી દે છે, પૃથ્વીમાં દાટવાથી યક્ષ લઈ લે છે, અને દુરાચારી પુત્ર તેનો નાશ કરે છે. આ પ્રમાણે અનેકને આધિન રહેનારી લક્ષ્મીને ધિકાર છે. - સુકોમળ આસન અથવા હાથી ઘોડા પર બેસનાર પ્રશંસા પાત્ર થતું નથી. કારણ, હાથી પર તો તેને માવત પણ બેસે છે. જે હાથી પર બેસવાથી માણસ મેટ મનાતે હોય તે માવતને ય માટે માણસ માનવો જોઈએ. શા માટે તેને માવત. કહી બેલાવ જોઈએ.
પાન ખાવાથી કઈ પ્રશસાપાત્ર ગણાતું નથી. નટ અને વીટ સદાય પાન ખાય છે, પણ તેને હલકા માનવામાં આવે છે. ઘણું ખાવાથી પણ માણસ માટે મનાતું નથી. કારણ કે હાથી વગેરે મૂર્ણ પણું ઘણું જ ખાય છે. તે જ પ્રમાણે મેટા મહેલમાં રહેવા માત્રથી માણસ પ્રશંસાને પાત્ર ગણાતું નથી. જે એ એ પ્રમાણે કરવાથી મટે મનાતે હત તે, ચકલી, કબૂતર વગેરે પક્ષીઓ મહેલમાં રહેવાથી મેટાઈ મેળવી શકતાં.