________________
સાચું કહીંએ તે પ્રશંસાપાત્ર તે એ છે જે કેઈપણ મેનુ ષ્યને તેની ઈચ્છિત વસ્તુ આપે”
વિક્રમાદિત્ય મનથી આમ વિચારી સુવર્ણ, ચાંદી, મણિ વગેરેનું યાચકે માગે તે પ્રમાણે દાન કરવા લાગ્યા. તેથી ભારત વર્ષની પ્રજાને દેવામાંથી મુક્ત કરી દીધી. શ્રી વીર જિનેશ્વરના સંવત્સરના ચારસો સીત્તેર વર્ષ વિત્યા પછી વિક્રમાદિત્યે પિતાને સંવત્સર ચલાવ્યું. જે વિક્રમ સંવત્સર આજે પણ મહારાજા વિક્રમાદિત્યની યાદ કરાવતે ભારતવર્ષમાં પ્રસિધ્ધ છે.
વિકમદિત્યના આ પ્રકારનો પરોપકાર જોઈ એક દિવસે મહારાજ ઇંદ્ર સભામાં બેસી દેવતાઓને કહ્યું, “દેવતા લેકે ધન હોવા છતાં પણ સ્વાર્થી હેવાને કારણે ધનનું દાન કરતા નથી. તીર્થને ઉદ્ધાર કરી શકાતું નથી, વ્યાધિ પણ દૂર કરી શકાતું નથી, ન કેઈની આપત્તિ દૂર કરી શકાય છે, પરંતુ પોતાના આત્માને જ સંતુષ્ટ કરવાવાળા ગૃહમાં એ વ્યક્તિ શ્રેષ્ઠ છે, જે બધાં પ્રાણીઓ પર પાપકાર કરી યશથી સંસારને પ્રકાશિત કરે છે”
યશસ્વી મહારાજા વિક્રમાદિત્ય રાજસભામાં પ્રજા અને રાજાની વાત સાંભળી અદલ ઈન્સાફ કરે છે. રાજસભા બરખાસ્ત કર્યા પછી, મંત્રીઓના ગયા પછી, ભમાત્રને કહેવા લાગ્યા, “પુષ્કળ પ્રમાણમાં ધનનું દાન કરી આખી પૃથ્વીને દેવામાંથી છોડાવી છે, હવે આપણે શું કરવું જોઈએ ?”
મહારાજ! “ભમાત્રે કહ્યું ” શ્રી રામચંદ્ર વગેરે