________________
૨૮૬.
દેવનું આયુષ્ય પૂર્ણ થતાં મનહર સ્વપ્નનાં સૂચનથી ચંદ્રપુરના રાજા ચંદ્રસેન રાજાના તમે પુત્ર થયા.
ગયા અવતારમાં તારૂપી કલ્પવૃક્ષ જે તમે વાવ્યું હતું તેનાં ફળ અત્યારે તમને મળ્યાં છે. તેના પ્રભાવથી તમને એક હજાર હાથી, પાંચ લાખ શિવ્ર ગતિવાળા ઘોડા, તેટલા જ રથનાં ખેંચનારા ઘેડા, અત્યંત બળવાળી કેટ પ્રમાણ સેના, કેટી સુવર્ણ, દસ લાખ રત્ન, લાખોની કિંમતનાં મુક્તાઓ અને લક્ષ્મીનો તે પાર નથી.'
જે માનવનાં પૂર્વજન્મમાં સંગ્રહેલાં પુણે પરિપૂર્ણ છે તેને સંસારની બધી જ સંપત્તિ સહેજમાં મળી જાય છે.”
“સ્વામિન્ !” આ વાત સાંભળી રાજાએ કહ્યું, “આજથી હું ગત જન્મમાં જેવું તપ કર્યું હતું તેવું ભાવપૂર્વક તપ કરીશ.”
રાજાએ બોલ્યા પ્રમાણે તપ કરવા માંડ્યું. રાજાને તપસ્યા કરતા જોઈ રાજ્યમાંના બધા જ લેકે ભક્તિપૂર્વક સારી રીતે તપ કરવા લાગ્યા.
રાજા ધર્મિષ્ટ હોય તે પ્રજા પણ ધર્મિષ્ટ હોય છે. રાજા પાપી હોય તે પ્રજા પાપી હોય છે. રાજા સમભાવ રાખે તે પ્રજા સમભાવ રાખે. રાજા જે સચારિત્રવાળો હોય તે પ્રજા પણ સદ્ ચારિત્રવાળી થાય છે. એ નિયમ છે.
સમય જતાં રાજાએ પિતાના પુત્ર સુંદરને ધામધૂમથી રાજ્ય સેંપી આદરથી સાતે ક્ષેત્રમાં પિતાની રાજ્યલમીને દાનમાં વાપરી. તે પછી દીક્ષા લઈ તપથી પોતાનાં બધાં