________________
૨૮૫
કહે છે, “સુપાત્રને દાન આપવું વિશુધ્ધ શીલ, ધર્મ માટેની ભાવના. આ ચાર પ્રકારને ધર્મ સંસારરૂપી સાગરમાંથી પાર ઉતરવા નૌકા રૂપે છે.”
આ સાંભળી કમલે પૂછયું : “જેની પાસે દ્રવ્ય ન હોય તે કેવી રીતે દાન કરે ?”
જવાબમાં ગુરુએ કહ્યું: “દ્રવ્ય વગર તપસ્યા સારી રીતે કરી શકાય છે.
જ્યાં જ્યાં તપ કરી શકાય છે?' કમલે પૂછયું.
સિદ્ધાંતમાં અનેક પ્રકારના તપ કહેલાં છે. ગુરુમહારાજે કહ્યું “નવકારસી, પિરસી, એકાસણ, ઉપવાસ, છડ, પંચમી, એકાદશી, વીસસ્થાનક, વર્ધમાન વગેરે તપ કરવાથી દુષ્ટ કર્મ સહેજે નાશ પામે છે, દુષ્ટ કર્મો નરકમાં યુગે સુધી કષ્ટ વેઠવા છતાં નાશ પામતાં નથી. જે કેઈ નિશ્ચયપૂર્વક સાવધાન થઈને ગંઠસી સાથે તપ કરે છે. તે સ્વર્ગ અને મોક્ષ સાથે ગાંઠ બાંધે છે તેને મોક્ષ અને સ્વર્ગનું સુખ અનાયાસે મળી જાય છે.'
તપ લક્ષ્મીનું શબલા વગરનું નિયંત્રણ છે પાપ, પ્રેતા અને ભૂતને દૂર કરવા માટે અક્ષર વગરને મંત્ર છે.” - આ સાંભળી કમલે કહ્યું: “હું આજથી એકાન્તરે જરૂરથી ઉપવાસ કરીશ.” કહેતાં તેણે ગુરુજી આગળ પ્રતિજ્ઞા કરી તે પછી તેણે જીવનના છેલ્લા દિવસ સુધી તપ કર્યું. તપના પ્રભાવથી કમલ વણિક શરીર છોડી પ્રથમ સ્વર્ગમાં તે ઘણે તેજસ્વી દેવ થયે