________________
૨૮૧
તેને ચંદ્રાવતી નામની રાણીથી તેજ પુંજ નામને પુત્ર થયે, એ પુત્ર પાંરા ધાવ માતાએથી સ્તનપાન કરાતે શુકલપક્ષના ચંદ્રમાની જેમ મોટે થવા લાગે.
માટે થતાં રાજાએ તેને ઉત્સવ કરી પંડિતને ત્યાં ભણવા મોકલ્યો. તેણે પૂર્ણિમાના ચંદ્રની જેમ બધી કળાઓ જાણી લીધી. કેમકે જળમાં તેલ, દુર્જનમાં ગુપ્ત વાત, સુપાત્રમાં દાન, બુદ્ધિમાનમાં ડું શાસ્ત્રજ્ઞાન હોય તે પણ વસ્તુ સ્વભાવથી તેને વધારે થાય છે.
આ તેજ:પુંજ યુવાવસ્થામાં આવી પિતાનાં માતા-પિતાનાં ચરણકમળની સેવા કરતા બધા વિદ્વાનોનું મનોરંજન કરવા લાગે.
રાજા ચંદ્રસેને પોતાને યુવાન પુત્ર તેજ:પુંજનું જિતશત્રુ રાજાની પુત્રી રૂપસુંદરી સાથે લગ્ન કર્યું, ત્યારબાદ પોતાનું રાજ તેજ:પુંજને સેપી રાજાએ અષ્ટાદ્ધિક-મહત્સવ કર્યો. ને તપસ્યા કરી પોતાની પત્ની સાથે ધર્મકાર્યની શક્તિથી સ્વર્ગને મેળવ્યું.
તપ અને નિયમનું પાલન કરવાથી મોક્ષ મળે છે, દાન આપવાથી ઉત્તમ ભેગ મળે છે, દેવાર્ચન કરવાથી રાજ મળે છે, અનશન તપસ્યા કરવાથી સહેજે ઈન્દ્રપણું મળી જાય છે.
સમયના આગળ વધવા સાથે તેજપુંજ ગયા ભવમાં સંગ્રહેલા પુણ્યના પ્રભાવથી જુદી જુદી જાતનાં સુખ ભોગવવા લાગે, પોતાના શત્રુઓને સેવક બનાવવા લાગે.