________________
૨૮૦
કરતા કહેવા લાગ્યાં, “હે દુરાત્મા! તું શું આ સતી હેમવતીને ઓળખતે નથી? એ સતી સંબંધમાં તું જરાએ વિરુદ્ધ બેલીશ તે તારે માટે મહાન અનર્થ થશે. તેના શીલના પ્રભાવથી તું ભષ્મ થઈ જઈશ. આ મહાસતી હેમવતીને તું તારી બહેન માનીશ તે તારું કલ્યાણ થશે. ઓ પાપી ! તું પાપવૃત્તિથી તેના શીલને નાશ કરતાં ડરતે નથી ?'
ચક્રેશ્વરીદેવીનાં કઠોર તિરસ્કારયુક્ત વચને સાંભળી તે વિદ્યાધર હેમવતીના પગમાં પડી બોલે, “તમે મને સન્માર્ગ પર લાવો.” કહી વિદ્યારે આનંદથી પ્રકાશવાળાં દિવ્ય રત્નોથી સેવા કરી હાર અને કુંડલ હેમવતીને આપ્યાં. પછી તેને વિમાનમાં બેસાડી લક્ષ્મીપુર આવી વીર રાજાની ક્ષમા માંગી હેમવતીને સેંપી.
હેમવતીની શીલપ્રશંસા એ વિદ્યારે રાજા આગળ કરીને તે પોતાને સ્થાને ગયે. હેમવતીએ શીલના મહાસ્યથી આ જન્મમાં દીક્ષા લઈ તપસ્યા કરી મુક્તિને મેળવી.”
આ પ્રમાણે શીલનું મહાસ્ય ગુરુ મહારાજે કહ્યું, પછી તપ મહાભ્ય, નવકારમંત્ર જાપ વિષે કહેવા લાગ્યા.
નમસ્કારપૂર્વક નિત્ય તપ કરતે માણસ તેજ:પુંજની જેમ સ્વર્ગ અને મુક્તિની લક્ષ્મી મેળવે છે. ચંદ્રસેન રાજાની કથા
ચંદ્રપુર નામના નગરમાં ચંદ્રસેન નામનો રાજા હતે.