________________
ર૬૮
જેમ યંત્રવાહક જે જે ભાવવાળ હોય છે તે જ ભાવથી તે તન્મયતા પાસ કરે છે. જેમ દર્પણમાં જેવી ચેષ્ટા કરતા હોઈએ તેવી જ ચેષ્ટા તેમાં જણાશે.”
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરની આ પ્રમાણેની ધર્મકથા સાંભળી રાજાએ મિથ્યાત્વને ત્યાગ કરી જૈનધર્મ પર શ્રધ્ધાવાળ થઈ મહાકાલના મંદિરમાં જ જિનેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાને સ્થાપન કરી, આદરપૂર્વક પૂજન કર્યું. પૂજારીઓને એક હંજાર ગામનું દાન કર્યું. ને શ્રાવકેનાં બાર વતવાળાં સમ્યકત્વને સ્વીકાર કર્યો.
સમય જતાં એક દિવસે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ કહ્યું, “હે રાજન ! લક્ષ્મીનું દાન કરવું તે સર્વોત્તમ ધર્મ છે, તેવું જિનેશ્વરેએ કહ્યું છે. દાન કરવાથી મુકિત અને સુખ બંને મળે છે. દાન કરવાથી દશે દિશામાં કીર્તિ ફેલાય છે. જેણે દાન કર્યું નથી તેનું જીવન પાણીની જેમ વહી જાય છે. શ્રી ઋષભદેવે તેમના પૂર્વજન્મમાં-સાર્થવાહના ભવમાં ઘણાં ઘી વગેરેનું દાન કર્યું હતું તેથી તે ગેલેક્સના પિતામહ થયા.
જેઓએ જન્માંતરમાં પુણ્ય કર્યું છે, જે બધાં પ્રાણીઓ પર દયા કરનાર છે, ગરીબોને દાન આપનાર છે, તેઓ તીર્થકર અને ચક્રવર્તીની ઋદ્ધિ અને સંપત્તિના સ્વામી શ્રી શાંતિનાથ પ્રભુ થયા છે.
મર્યા પછી બીજાઓથી જે દાન કરવામાં આવ્યું હોય