________________
છે તેનું ફળ મરનારને મળે કે ના મળે તેને નિર્ણય થઈ શકતું નથી. પરંતુ જે દાન પિતાના હાથથી અપાય છે તે જરૂર ફળ આપે છે જ. તેમાં શંકા નથી. કહેવાયું છે, દાન દેવાથી ધનને નાશ થાય છે તેવું વિચારવું જોઈએ નહિ. પરંતુ કૂ, આરામ, ગાય આ બધાને દાનમાં ઉપયોગ ન કરે તે સંપત્તિને નાશ થાય છે.
સુપાત્રને દાન આપવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે. સામાન્ય મનુષ્યને દાન આપવાથી દયાળુતાની પ્રાપ્તિ થાય છે. મિત્રોને દાન આપવાથી પ્રેમની વૃદ્ધિ થાય છે. શત્રુને દાન આપવાથી વૈરભાવના નાશ પામે છે. સેવકને દાન આપવાથી તે વધારે સેવા કરે છે. રાજાને દાન આપવાથી સન્માનમાં વૃદ્ધિ થાય છે. અને વિદ્વાનને દાન આપવાથી યશ મળે છે. આ પ્રમાણે દિધેલું દાન ક્યારે પણ નિષ્ફળ જતું નથી.
શ્રી જિનેશ્વરદેવ વર્ષ સુધી રાજ યાચકને ઈચ્છા પ્રમાણે સેનું, ચાંદી વગેરેનું દાન આપે છે. આમ પૃથ્વીને ત્રણરહિત કરી પછી દીક્ષા લે છેને ધીરે ધીરે આઠે કર્મને નાશ કરી મુક્તિ મેળવે છે. કહ્યું છે, જે લક્ષમી પોતાની જાતે જ પેદા કરી હોય તે કન્યા-પુત્રી જેવી છે. બાપે લક્ષ્મી પિદો કરી વારસામાં આપી હોય તે બહેન જેવી છે. જે બીજાથી પ્રાપ્ત થાય તે તે પરસ્ત્રી જેવી છે. તેથી લક્ષ્મીને ત્યાગ કરવાની જેમનામાં ભાવના છે તે જ બુદ્ધિવાળે મનુષ્ય છે.
દાન, શીલ, તપ, ભાવ આ ચાર પ્રકારના ધર્મને પાળ