________________
કરવાવાળા છે, તે ક્યારે પણ મુક્તિ આપી શકતા નથી. જે દેવ નાટય, અટ્ટહાસ્ય, સંગીત વગેરે ઉપધિઓથી પરિપૂર્ણ છે તે શરણે આવેલાને કઈ રીતે શાંતિ આપવાના હતા?
જે મહાવ્રતધારી, ધીર, ભિક્ષા પર જ જીવવાવાળા, સામાયિકમાં રહેવાવાળા તથા ધર્મોપદેશક છે. તેને જ સજજને પોતાના ગુરુ માને છે પરંતુ જે બધી જ વસ્તુઓની ઈચ્છા કરનાર છે. સર્વભક્ષી છે, પરિગ્રહવાળા છે, બ્રહ્મચર્ય પાળનાર નથી. મિથ્યા ઉપદેશ દેવાવાળા છે તે સાચા શબ્દોમાં ગુરુ નથી. જે સંગ્રહ અને પાપાદિ લીલામાં ડૂબી રહ્યા છે તે બીજાઓને કઈ રીતે તારવાના છે? જે જાતે જ ભિખારી છે તે બીજાને શ્રીમંત ક્યાંથી કરવાના હતા? ધનુષ, દંડચક, તલવાર, ત્રિશૂલ આદિ શસ્ત્રોને ધારણ કરનાર એવા હિંસક દેવેને લેકે દેવતા માની પૂજે છે તે વાત ખરેખર દુઃખદ છે.
જ્યાં ગંગા નહિ, સાપ નહિ, મસ્તક ખોપરીની માળા નહિ, જયાં ચંદ્રની કળા નહિ, પાર્વતીજી નહિ, જટા અને ભમ નહિ, તેમજ બીજી કઈ વસ્તુઓ નહિ. તેવા પુરાતન મુનિઓથી અનુભૂત ઈશ્વરના રૂપની અમે ઉપાસના કરીએ છીએ.
આ પ્રકારના ઈશ્વર જ યોગીઓએ સેવવા યોગ્ય છે. રાજ્ય, સુખ તથા વૈભવવિલાસના લેભી લેકે જ અન્ય બીજા દેવેની સેવા કરે છે, મીમાંસામાં પણ કહ્યું છે. વિતરાગનું સ્મરણ કરતે થેગી વિતરાગ થઈ જાય છે, સરાગનું સ્મરણ કરનાર યેગી સરાગ થઈ જાય છે તેમાં સંદેહ નથી.