________________
૬
જાતના ઉપસર્ગ કરતી ત્રાસ આપવા લાગી. તેના શરીરના અવયવાને કરડતી તે ખાવા લાગી. ખૂબ દુઃખ છતાં ધ્યાનમાં તે સ્થિર રહ્યા.
ભદ્રાપુત્ર શુભ ધ્યાન કરતાં તે રાત્રે પોતાના શરીરને ત્યાગ કર્યાં અને નિષ્પાપ થઈ નલિનીગુલ્મ વિમાનમાં દેવ થયા..
સવારે ભગ્ન શેઠ જ્યાં સૂરિજી હતા ત્યાં આવ્યા ને પેાતાના પુત્રના સમાચાર પૂછી બહાર બાગમાં ગયા, ત્યાં પોતાના પુત્રને શિયાળણીથી કરડાયેલા મરેલા જોયા. ને મનથી દુ:ખી થતા બાપે તેને અગ્નિસ ંસ્કાર કર્યાં.પછી તે સૂરિજી પાસે ગયા એટલે સૂરિજીએ કહ્યું, ‘તમારો પુત્ર નલિનીશુક્ષ્મ વિમાનમાં દેવ થઈ ગયેા છે.’
સૂરિજી દ્વારા પોતાના પુત્રના સમાચાર જાણી શેઠના શાક શાંત થયા. પછીથી તેમણે તે સ્થાને જ ઘણું દ્રવ્ય ખચી શ્રીપા નાથજિનેશ્વરનું ઘણું સુંદર ચૈત્ય બનાવ્યું. ને આ પૃથ્વી પર મહાકાલ એવા નામે પ્રસિધ્ધ થયા, સમય જતાં અહી બ્રાહ્મણ્ણાએ શિવલિંગ સ્થાપિત કર્યું.
વીતરાગ જિનેશ્વરદેવ માનવાને મુક્તિ આપનાર છે. અને તે દેવ, દાનવ વગેરેનું સ્થાન પણ આપી શકે છે, અર્જુન્, દેવ, પરમેશ્વર, સર્વજ્ઞ, રાગાદ્વિ દોષોથી રહિત છે. ત્રણે લેાકથી પૂજિત યથાર્થ સ્થિતિ કહેવાવાળા છે.
જેઓને મેાક્ષની ઇચ્છા છે તેઓએ આમનુ ધ્યાન તેમજ ઉપાસના કરવી જોઈએ. જે દેવ, શ્રી, શસ્ર, માલા આફ્રિ રાગનાં ચિહ્નોવાળા છે તથા નિગ્રહ અને અનુગ્રહ