________________
૨૫૯
ચરરૂપી પાપવૃક્ષનું ફળ આ લેકમાં વધ, બંધન વગેરે રૂપમાં મળે છે. ને પરલેકમાં નરકવેદના રૂપે મળે છે. કઈ વ્યક્તિ કેઈને વિશ્વાસ આપી દ્રોહ કરે છે, વિશ્વાસઘાત કરે છે, તેને આ લોકમાં તેમ જ પરલોકમાં ઘણું જ કષ્ટ ભેગવવું પડે છે. ઘણી દુશમનાવટ કરવી, જે આ લેક તેમ જ પરલેકથી વિરુદ્ધ છે તે કરવી જોઈએ નહિ. જ્યારે પણ પરસ્ત્રી ગમન કરવું જોઈએ નહિ. પરસ્ત્રી ગમન કરનારનું બધું લૂટાય છે. બંધન પણ મળે છે. શરીરના અવયવનું છેદન પણ થાય છે. અને મર્યા પછી નરકની વેદના મળે છે.
ભીમને બંધનનું દુઃખ વેઠતે જોઈ વિકમચરિત્ર મહારાજાને કહ્યું, “બાપુ! આને છોડી દે, હવે વધારે વખત તેને બંધનમાં રાખશે નહિ, કેમકે તે મારા ધનને અને મારી પત્નીને સુખપૂર્વક અહીં લાવ્યો છે.” આ પ્રમાણે કહી વિક્રમચરિત્રે ભીમને બંધનથી મુકત કરાવ્યું અને તેને માન અપાવ્યું.
મહારાજાએ પિતાની પુત્રવધૂ અને ધનને પિતાને ત્યાં મંગાવ્યું. પિતાના પુત્રે આણેલું ધન અને પરાક્રમ જોઈ રાજાએ નગરમાં ઠેરઠેર નૃત્ય, ગીત, ઉત્સવ કરાવ્યું. | વિક્રમચરિત્ર પિતાની ત્રણે સ્ત્રીઓ સાથે સુખથી રહેવા લાગે. પછી તેણે મદત્તને બોલાવી મહારાજાને કહી ઘણું દ્રવ્ય અપાવ્યું. ઉપરાંત સોમદત્ત માટે શ્રેષભાવ ન રાખે. કારણ કે ઉત્તમ વ્યકિત બીજા પર સનેહ રાખનાર હોય છે.