________________
૨૫૮
મહારાજા વિક્રમાદિત્ય મનથી આનંદ પામતા વિકમચરિત્રને મહેલે લઈ આવ્યા. રાજમહેલે આવતાં જ વિક્રમચરિત્રે માતાને પ્રણામ કર્યા, પછી શુભમતી અને રૂપમતીને મળે. બંને જણ પિતાના પતિને જોઈ આનંદ પામી. કહ્યું છે, ચક્રવાક સૂર્યને, ચકોર ચંદ્રમાને, મોર મેઘને, શુરવીર વિજયને, સતિ-પતિવ્રતા પિતાના પતિને, સમુદ્ર ચંદ્રમાને ને મા પુત્રને જોઈ આનંદ પામે છે. | વિક્રમચરિત્ર બધાને મળી રહ્યો, તે પછી મહારાજાએ કહ્યું, “જે સ્ત્રીએ તારા બધા સમાચાર કહ્યા તેને અડધું રાજ કેવી રીતે આપવું?”
“બાપુ” વિક્રમચરિત્ર બોલ્યા, “એ તે કનકશ્રી છે, જેને તમને સમાચાર આપ્યા તેની સાથે મેં લગ્ન કર્યા છે.”
આ સાંભળી મહારાજાએ કહ્યું. “એ ભીમનો નાશ કરીને તેનું બધું ધન લઈ લેવામાં આવશે. તે ઘણે જ નિર્દય છે, પાપી છે, દુષ્ટ છે. કેમ કે –
દુર્જનનું દમન કરવું, પુરુષનું પાલન કરવું, આશ્રિતનું, પિષણ કરવું આ બધાં સાચે જ રાજચિહ્ન-ધર્મ છે. અભિષેક, પટ્ટબંધ અને ચામર આ બધા ઘા પર પણ વપરાય છે.”
મહારાજાએ બેલેલા શબ્દોનો અમલ કર્યો. ભીમના મકાન પર સીલ મારવામાં આવ્યું. તેને પકડી મંગાવવામાં આવ્ય, કહ્યું છે, દુર્ભાગ્ય, નેકરી, ગુલામી, અંગછેદ, દરિદ્રતા આ બધાં ચેરીનાં ફળ છે, માટે જ ચેરી કરવી ન જોઈએ.