________________
ર૫૭
સમાચાર કહેવા લાગી, સમાચાર કહેતાં વિક્રમચરિત્ર અવંતીમાં આવ્યા ત્યાં સુધીના સમાચાર વિસ્તારથી કહ્યા. માત્ર પિતે કોણ છે તે જ ન કહ્યું | વિક્રમચરિત્રના સમાચાર કનકશ્રીના મેઢેથી સાંભળી મહારાજા મનમાં વિચારવા લાગ્યા, “શું આ વિદ્યાધરી, દેવાંગનાં અથવા જ્ઞાનવતી મારા પર કૃપા કરી મને સુખ આપનાર મારા પુત્રના સમાચાર આપવા આવી છે?”
પુત્રના સમાચાર સાંભળી મહારાજા માળીને ત્યાં ગયા. વિક્રમચરિત્ર પિતાના પિતાને આવેલા જોઈ તે સામે ગયે. અને મહારાજાના ચરણમાં ભક્તિભાવથી પ્રણામ કર્યા.
ખરેખર તે જ સાચો પુત્ર છે જે પિતાને ભક્ત હેય ને તે જ સાચે પિતા છે જે પ્રજાને પિષણ કરનાર હોય. મિત્ર હો તે વિશ્વાસપાત્ર છે, સ્ત્રી હો તે સુખ દેનાર હો ઉપાધ્યાયથી આચાર્ય દસ ઘણા અધિક છે, આચાર્યથી પિતા સો ઘણ અધિક છે, એ પિતાથી માતા સહસ્ત્ર ઘણું અધિક છે. આ વધારે છે. ભાવ એકબીજાના ગૌરવથી ઓછો અધિક છે.
પશુઓ માટે દૂધ પીવાના સમય સુધી જ માતા છે, અધમ માટે માતા સ્ત્રી મળે ત્યાં સુધી જ હોય છે. અને મધ્યમ વ્યક્તિઓ માટે જ્યાં સુધી ઘરકામ કરી શકે ત્યાં સુધી માતા છે. પરંતુ ઉત્તમ વ્યક્તિઓ માટે માતા આજીવન તીર્થ રૂપ છે.
૧૭