________________
૨૫૪
કેટલેક સમય આગળ વધ્યા, પણ પિતાના પુત્રના વધુ સમાચાર ન મળ્યા તેથી તે વિચારવા લાગ્યા, “પુત્ર વિના જવવાથી શું લાભ?”
એક દિવસ પિતાના મંત્રીઓ સાથે વિચારની આપલે કર્યા પછી દૈવજ્ઞ જોષીને બેલાવ્યા ને પિતાના પુત્ર સંબંધમાં પૂછયું.
જોષીએ પ્રશ્ન પર વિચાર કરી કહ્યું, “હે રાજન! આપને પુત્ર આજ અથવા બે દિવસ પછી દેખતે થઈ આવશે, આ અત્યારના પ્રશ્નલગ્નનું ફળ છે.” કહેતા જોષીએ કહ્યું, “આપને પુત્ર આ નગરમાં આવી ગઇ છે, માટે મનથી જરાય દુઃખી ન થશે.”
જોષીનું કથન સાંભળી પ્રસન્ન થઈ મંત્રીઓ સાથે મંત્રણ કરી મહારાજાએ નગરમાં ઢંઢેરો પીટાબે, “જે કેઈરાજકુમારના નગરમાં આવ્યાના સમાચાર આપશે તેને મહારાજા અડધું રાજ આપશે.”
રજસેવકોએ આ શબ્દો ઢેલ વગાડી ઠેરઠેર કહ્યા. હેલને અવાજ સાંભળી વિક્રમચરિત્રે માળણને પૂછયું, આ ઢેલ વગાડી શું કહેવામાં આવે છે? વળી નગરની નવાજૂની શું છે?”
મહારાજાએ પિતાના પુત્રને શેધવા ઢઢેરો પીટાવ્યા છે.” માળણે કહ્યું, “નવાજૂનીમાં વોર શેઠને ભીમ કાલે અહીં