________________
૨૪૯૮
અત્યારે કોઈ વસ્તુ આર્ષી શકે તેમ નથી તેમ માની રાજાએ મુકતાફળ, મણિ, સુવર્ણ ઘેાડા વગેરે આપી પોતાનાં પુત્રીજમાઇને હ થી વિદાય આપી.
વિક્રમચરિત્રે પે।તના સસરા વગેરેને પ્રણામ કરી પોતાની પત્ની સાથે આનંદથી સમુદ્રમા થી પ્રયાણ કર્યું.. આગળ વધતાં ભીમ કનકશ્રીનું રૂપ જોઈ આશ્ચય પામ્યા ને તેને મેળવવા વિચારવા લાગ્યા.
સાચે જ વિષય ? નીચ માનવને જ પોતાને વશ કરે છે, તેના પ્રભાવની સત્પુરુષ પર અસર થતી નથી. ચામડાની દ્વારી મશકને જ બાંધી શકે છે, હાર્થીને નહિ.
સમય આગળ વધ્યા—
એક દિવસે ભીમ વહાણના કિનારે ઊભા રહી કપટથી વિક્રમચરિત્રને કહેવા લાગ્યેા, “અરે બૈદ્યરાજ, અહીયાં સમુદ્રમાં નવાઇ જેવું જુ. જુએ, સુંદર શરીરવાળું, કાન્તિવાળુ ચાર મોઢાનું માછલ્લુ' જઇ રહ્યું છે, અને વળી લાલકાન્તિવાળા આઠ માઢાના મગર જઇ રહ્યો છે.”
કપટી ભીમના શબ્દે નવાઇ જેવા માલા અને મગરને જોવા વિક્રમચરિત્ર જ્યાં ભીમ હતા ત્યાં ઉતાવળે આવ્યા. ત્યારે નીચ ભીમે અસાવધ વિક્રમચરિત્રને જોરથી ધક્કો મારી સમુદ્રમાં ફેંકી દીધો. વિક્રમચરિત્ર જેવા સમુદ્રમાં પડયે કે તે જ વખતે એક મોટુ માછલ' તેને ગળી ગયું.