________________
૨૪૭
પિતાની પુત્રએ જે કહ્યું તે સાંભળી પિતાના જમા-- ઇનું કુલ વગેરે જાણી રાજા મનમાં વિચાર કરવા લાગે, “મેં મૂર્ખતાને લઈને તેમને ઘણે તિરસ્કાર કર્યો, મારા શત્રુઓવાળે રાજભાગ આપી તેમને અનાદર કર્યો છતાં એ જમાઈએ મનમાં કોઈ જ ન આપ્યું.
આવા સજજન પુરુષનું અપમાન કરવા બદલ મારે જરૂર પશ્ચાત્તાપ કર જ જોઈએ, તેમનું સૌજન્ય અદ્ભુત છે.”
આમ વિચારતા રાજાએ પિતાનાં જમાઇને પિતાને ત્યાં બેલા. અને કહ્યું, “મેં અત્યાર સુધી અજ્ઞાનતાના કારણે તમારો ઘણે અપરાધ કર્યો છે. તેથી દયા કરી મને ક્ષમા કરે, આ મારા રાજ્યને સ્વીકાર કરે.”
“હે રાજન ! વૈદ્યરાજ વિક્રમચરિત્ર બોલે, “મને હવે તમારા રાજ્યની જરાય ઇચ્છા નથી. મને તે અત્યારે મારાં માબાપને મળવાની ઇચ્છા છે. વિદ્વાનોએ પોતાના કુળને પવિત્ર કરવાવાળાને તથા શેકને દૂર કરવાવાળાને સાચે પુત્ર કહ્યો છે.
તીર્થોમાં સ્નાન-દાન કરવાથી માત્ર પુણ્યને લાભ થાય છે, પણ માતાપિતાની સેવા કરવાથી પ્રયત્ન કર્યા સિવાય જ ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે. માના સ્નેહરૂપી વૃક્ષને પ્રાપ્ત કરતા તે મળ વિનાનું વૃક્ષ હોવા છતાં તે અમૂલ્ય ફળ આપે છે.”
માતાપિતાને મળવાની ઈચ્છાવાળા વિકમચરિત્રને