________________
૨૪૬
ઉપકાર કરવાના, પ્રિય ખેલવાના, સ્નેહ કરવાનો હોય છે. ચન્દ્રને કાણે શીતળ બનાવ્યો ?
એક દિવસે વિક્રમચાત્રે ભીમને અવતીપુરીમાં શુ ચાલી રહ્યું છે તે માટે પૂછ્યું, ત્યારે ભીમે જવાબ આપ્યા, “વંતીપુરીમાં મહારાજા વિક્રમાદિત્ય ન્યાય- નીતિથી રાજ્ય કરી રહ્યા છે. તેમના પુત્ર એકાએક કાઇને કહ્યા સિવાય ચાલ્યે જવાથી તે ચિંતા કરે છે, દુ:ખી થાય છે, વળી એક દિવસે એક ચાર રાજાનાં આભૂષણ વગેરે ચાર ગયા છે, તેના પણ પત્તો લાગતા નથી. આ સમય દરમ્યાન એ નગરથી હું કેટલીય વસ્તુએ લઈ દ્રવ્યાપાર્જન કરવા નીકળ્યો છું”
''
અવંતીના સમાચાર સાંભળી વિક્રમચરિત્ર ભીમને કહ્યું, શ્રેÎત્ર ! હું જ મહારાજા વિક્રમાદિત્યના પુત્ર છું.... પૃથ્વીમાં ભ્રમણ કરતા ભાગ્યયોગે હું અહી આવ્યે છું. અહીં આવી હું અહીંના રાજાની પુત્રી સાથે પરણ્યા
,,
ભીમ આ સાંભળી ઘણા આનંદ પામ્યું.
સમય જતાં વિક્રમચરિત્ર અવતી જવા માટે તૈયારી કરી. ઘણી વસ્તુઓ સાથે લેવા ભેગી કરવા માંડી. તૈયારી પૂરી થતાં વિક્રમચરિત્રે પોતાની પત્નીને તેના બાપને મળવા મેકલી. તેણે પેાતાના ખાપ પાસે જઈ કહ્યું, “ હે બાપુ ! મારા પતિ-વિક્રમાદિત્યના પુત્ર પોતાનાં માત-પિતાને મળવા અહીંથી જવાના છે, તેથી હું તમને મળવા આવી છું.”