________________
અંદરથી કેમળ હોય છે. સરળ હોય છે. મધુર હોય છે.
સમુદ્રમાંથી બહાર લાવવામાં આવેલ માનવ સાવધ થયો ત્યારે વિક્રમચરિત્રે પૂછયું, “ભાઈતમે કયાંથી આવ્યા છે ને આ સ્થિતિ કેમ થઈ?”
વિક્રમચરિત્રને જો તેના પ્રશ્નનો જવાબ આપતાં તે બોલ્યા, “હું વીર નામના શેઠને પુત્ર છું. મારું નામ ભીમ છે. હું મારા બાપુની આજ્ઞા લઈ દ્રવ્યપાર્જન કરવા માટે અવંતીપુરીથી સમુદ્રમાર્ગે નીકળે, માર્ગમાં વહાણના તૂટી જવાથી સમુદ્રજળમાં પડે. ભાગ્યયોગે મારા હાથમાં લાકડું આવી જવાથી તેને પકડી ઘણા કર્મે અહીં આવે.”
| વિક્રમચરિત્ર તેના શબ્દો સાંભળ્યાને કહ્યું, “હે મહાભાગ ! તમે જરાય દુઃખી ન થશે. અહીંયાં તમે મારી સાથે આનંદથી રહે. તમારે સમય સુખમાં વીતાવે. હું ઘણે જ જલદી અવંતીપુરી તરફ જવાને છું, ત્યારે હું તમને મારી સાથે લઈ જઈશ.”
ખરેખર કવિઓએ સજજનેનું હૃદય માખણ જેવું કમળ કહ્યું છે, પણ વિશેષ એટલું છે કે, સજજન પુરુષ બીજાને દુઃખી જોઈ પોતે જ દ્રવિત થઈ જાય છે.
વિક્રમચરિત્ર ભીમને લઈ પિતાને સ્થાને આવ્યું. તેની બધી જ સગવડ સચવાય તેવો પ્રબંધ કર્યો, અન્ન, વસ્ત્ર, પાન વગેરેથી તેને સંતેષ પમાડે. સજજનને સ્વભાવ જ