________________
૨૮૧
“આજ હું તને દયા લાવી છોડી દઉ છું.” સામંતના શબ્દ સાંભળી વૈદ્ય બે, “હું દેવ, દાનવ, માનવ બધાને વશ કરી શકું છું. કાલે સવારે જે કનકપુરને બાગમાં મારી ભક્તિથી સેવા કરવા નહિ આવે તે આ મારી તલવાર ધડથી માથું જુદું કરશે.”
વિક્રમચરિત્રના શબ્દોની અસર તે શત્રુના હૃદય પર થઈ. તે આજ્ઞાને સ્વીકાર કરતે બે, “હે સ્વામિન! હું તમારા ચરણને દાસ થઈ ચૂક્યો છું. હું તમારા કહેવા પ્રમાણે જ કરીશ.”
આ પ્રમાણે બધા સામતેને પોતાનું પરાકેમ બતાવી વિક્રમચરિત્રે પિતાના વશમાં કરી લીધા. રાતના તે નગર બહારના બાગમાં આવ્યું. અને પોતાના સેવકને બેલાવી કહ્યું. “ચિત્રેથી સભાગૃહને આકર્ષક બનાવી દે સવારે બધા શત્રુઓ આદરપૂર્વક મારી સેવા કરવા આવવાના છે.” અને તે આવનારાઓને આપવા માટે પાન, ઉમદા વસ્ત્રો વગેરે, લાવવા માટે સેવકોને નગરમાં મોકલ્યા પછી વૈધરાજ વિક્રમચરિત્ર ચિત્રશાળામાં જઈ તે આવનારા સામે તેની સેવા. સ્વીકારવા પોતાના આસન પર બેઠે.
રાજા કનકસેનને વૈદ્યરાજના બધા સમાચાર સવારમાં સેવકેએ કહ્યા. આ સમાચાર જાણ રાજા પોતાના મંત્રી વગેરેને કહેવા લાગ્યું, “આ વૈદ્ય પાસે સેવકે નથી, લાવલશ્કર વિગેરે નથી છતાં બધા કામતે પાસે સેવા કરાવવા તૈયાર થયેલ છે.