________________
૨૪૦
આમ વિચારી રાજા અને સામતેએ પિતાને સેવક દ્વારા વિક્રમચરિત્રને કહેવડાવ્યું. “અમે તમારી આજ્ઞા માનનાર નથી. જો તમારામાં તાકાત હોય તે અમારી સામે આવી જાવ. રાજા તરફથી અડધું રાજ દાનમાં આપવાથી તમે મોટા થઈ ગયા, પણ અમે લેકે દેવતાઓથી પણ છતાઈએ તેમ નથી”
આ સમાચાર કાને પડતાં જ અતુલ પરાક્રમી રાજા વિક્રમચરિત્ર અદશ્ય થવાની વિદ્યાથી પિતાના મોટામાં મોટા શત્રુ સામંતના મહેલમાં પહોંચી ગયા. અને પિતાના શત્રુને ગળામાંથી પકડી બલ્યા, “અરે સામન્ત, મારી આજ્ઞા સ્વીકાર, નહિ તે આ મારી તેજીલી તલવાર તારા ગળાને કમળની નાળની જેમ ધડથી જુદું કરશે, અત્યારે તારા બચાવ માટે તારે જે ઈષ્ટદેવ હોય તેને યાદ કરી લે. હું બધા વૈરીરૂપી રેગને શાંત કરનાર ત્રૌદ્ય છું.
હું એળે છું, નિરાશ્રિત છું, પરિવારથી રહિત છું, આવી ચિંતા સિંહ સ્વપ્નમાં પણ કરતું નથી. સિંહ કયારે પણ શકુન ચંદ્રબલ, ધન અથવા ઋધ્ધિને દેખતે નથી, તે એક જ પિતાનું ભક્ષ મેળવવા પ્રયત્નશીલ રહે છે. જ્યાં સાહસ છે, ત્યાં સિદ્ધિ છે.”
વિક્રમચરિત્રના શબ્દ સાંભળી ગળાથી પકડાયેલે શત્રુ સામંત બેભે, “હે સાત્વિક! મને છેડી દે. હું તમારા ચરણની સેવા કરીશ.”