________________
ર૩૯
પુત્ર, મિત્ર, સજજન, સેવક એ બધાં સ્વાર્થ માટે જ ભેગાં થઈ આનંદથી સાથે રહે છે.”
વિકમચરિત્રને રાજા તરફથી રાજ્યને જે ભાગ મળ્યું હતું. તેને તે રાજા થઈ ચૂક્યું હતું. તેણે પિતાને મળેલા ભાગના રાજા અને સામે તેને જણાવ્યું. “તમે અહીં આવી મારી આજ્ઞાનું પાલન કરો. રાજાએ પિતાની પુત્રી અને લગ્નમાં આવીને તમારી સત્તા હેઠળ ભાગ મને આપે છે. વૈદ્ય હેવા છતાં પણ હું તમારે સ્વામી રાજા થયે છું. તેથી તમે અહીં આવી મારી આદરપૂર્વક સેવા કરે. જે તે પ્રમાણે નહિ કરે તે તમારે માટે યોગ્ય વિચાર કરવામાં આવશે.”
આ આજ્ઞા રાજા અને સામતને મળતાં તેઓ બધા ભેગા થયા અને વિચારવા લાગ્યા, “અત્યાર સુધી આપણે ઉત્તમ કુળમાં જન્મેલા અને બળવાન રાજાની સહેજ પણ સેવા કરી નથી તે આનીચ અજ્ઞાત કુળમાં જન્મેલા વૈદ્યની કેવી રીતે સેવા કરીએ?” અનુભવીઓ એ કહ્યું છે. “બીજાથી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર નીચ વ્યક્તિ પણ ભયંકર ત્રાસરૂપ થાય છે. રેતીને સમૂહ જેટલી ગરમ થાય છે, તેટલે સૂર્ય ગરમ થતું નથી.
વર્ષા ઋતુમાં નાની નાની નદીઓ પિતાને પટને ઓળંગી જાય છે, તેમ નીચ વ્યક્તિ ઉચ્ચ પદ પ્રાપ્ત થતાં અભિમાનમાં આવી જાય છે.
વ્યક્તિ ગુણથી જ ઉત્તમ ગણાય છે, નહિ કે આસન પર બેસવાથી. હવેલીના શિખર પર બેઠેલે કાગડે ગરુડ જે થઈ જાય ખરો?”