________________
૨૩૮
“હે પુત્રી !” રાજકન્યાના શબ્દ સાંભળી રાજા છે, “આ વૈદ્યના કુળગેત્રાદિ આપણે જાણતા નથી, તેથી હું તને તેની સાથે કેવી રીતે પરણાવું?”
આ માટે તમારે જરાય વિચાર કરવો નહિ.” રાજાના આવા શબ્દો સાંભળી રાજકન્યા બેલી, “હું તે આ વૈદ્ય સાથે જ લગ્ન કરીશ, નહિ તે ચિતા પર ચડીશ.”
પિતાની પુત્રીને આ છેલ્લે નિર્ણય સાંભળી રાજાએ પિતાના મંત્રી વગેરેને કહ્યું, “મારી પુત્રી મારી વાત માનતી નથી, તેથી તેને ઘણે દૂર લઈ જઈ કઈ બાગમાં તેનાં લગ્ન વિધિપૂર્વક વૈદ્ય સાથે કરે અને જ્યાં મારા દુમને અને કષ્ટસાધ્ય રાજાઓ છે, તે ભાગ તેને આપે.”
રાજાની આજ્ઞા મળતાં મંત્રીઓએ વૈદ્ય સાથે રાજકુમારીનાં લગ્ન કરાવ્યાં અને રાજાએ રાજનો જે ભાગ આપવા કહેલે તે ભાગ આપે.
વિક્રમચરિત્રે રાજાના આપેલા દ્રવ્યથી ચિત્રશાળા વગેરેથી શોભતે મહેલ બંધાવ્યું અને તે મહેલમાં તે પિતાની પત્ની સાથે રહેવા લાગ્યા.
મંત્રીઓએ નગરમાં આવી રાજાને લગ્નના સમાચાર આપ્યા તે સાંભળી રાજાના મોઢામાંથી નીકળી ગયું. “મારી દીકરી કમનશીબ છે. મેં તેને દેખતી કરાવી પણ તે મારી દુશમન થઈ તેણે મારું કહ્યું ન માન્યું. માતા, પિતા, પુત્રી,