________________
૨૩૭
માનતી ન હતી. પણ રાજાએ તેને ઘણું સમજાવી રાજ મહેલે લાવ્યું.
રાજકુમારીને મહેલે લાવ્યા પછી રાજાએ કહ્યું, “વૈદ્યને કહો, મારી દીકરી માટે ઉપચાર કરે.”
“રાજન !” શેઠ મન સાથે કાંઈ વિચાર કરી છે, બહેનની દવા તે કરશે. પણ તેને આપણે શું ?”
શું આપીશ?” રાજા દુઃખમાંય હસીને બોલ્યા, જે મારી દીકરી દેખતી થઈ જશે તે મારું અડધું રાજ આપીશ.”
સારુ” કહી શેઠે વિક્રમચરિત્રને પિતાને ત્યાંથી બોલાવવા સેવક મેકર્યો. વિક્રમચરિત્ર સેવક સાથે રાજમહેલે આવ્યું. ત્યાં આવી જાણે માટે પ્રયોગ કરવાનું હોય તે ડેળ કર્યો. ને છેવટે પેલી ગળી ઘસી આંખમાં આંજી તે સાથે જ રાજકન્યા જેવા લાગી.
રાજકન્યા દેખતી થઈ તેથી તેના આનંદમાં નગરમાં બધે નૃત્ય, ગાન થવા લાગ્યાં.
રાજકુમારીએ પોતાના પર ઉપકાર કરનાર દિવ્ય શરીરધારી વૈદ્યને જોઈ કહ્યું, “હું આ વૈદ્ય સાથે જ પરણીશ. જે તેમ નહિ કરવામાં આવે તે હું ચિતા પર ચઢી મારે જીવ આપીશ.”