________________
૨૩૩
તમે આજ્ઞા આપે તે હું કનકપુર નગરમાં જઈ રાજાની પુત્રીને દેખતી કરું.”
જો તમારી ઈચ્છા જવાની છે તે જાવ.” ભારંડે કહ્યું, “પણ આજ દિવસ તમે શેકાઈ જાવ. મારા દીકરા સવારે બધે જાય છે. હું મારા એક દીકરાને કહીશ. જેથી તે તમને તેની પાંખ પર બેસાડી કનકપુર લઈ જશે, વિદ્વાન વ્યક્તિ શાસના બેધ માટે, ધન દાનને માટે પ્રાણ ધર્મના માટે અને શરીર પર પકાર માટે ધારણ કરે છે. મરુ દેશમાં માર્ગમાં રહેલ વૃક્ષ મુસાફરોને છાંયે આપી ઉપકાર કરે છે. પણ જે વૃક્ષોને છાંયે ઉપગમાં આવી શકતું નથી તે વૃક્ષે શું કામનાં? સાચું કહું તે જે મનુષ્ય પરોપકાર કરે છે તે જ સ્વર્ગમાં જાય છે.”
બીજે દિવસે વિક્રમચરિત્ર ભારડ પક્ષી પાસે વિદાય લેવા ગયે ત્યારે તે પક્ષીએ કહ્યું, “હે વત્સ! તમે અહીંયાં કેટલાય દિવસ રહ્યા તેથી તમે મારા પ્રિય મિત્ર બન્યા છે, તમે મારું સ્મરણ કરજે. દૂર રહેલાને યાદ કરે તે જ સજન કહેવાય.”
“હે તાત!” રાજકુમારે કહ્યું, “હું તમને જ યાદ કરવાને, તમે મને નિરાધારને આધાર આપી મારા પર ઉપકાર કર્યો છે, તમે તે મારા જીવનદાતા છે.”
એવું કાંઈ નહિ” કહેતા ભારડે પિતાના એક પુત્રને રાજકુમારને કનકપુર લઈ જવા કહ્યું. બાપના કહેવાથી