________________
ર૩ર
“બેટા?” વૃધ્ય ભારંડ બોલ્યા, “હું મહિનાના છેલ્લા દિવસે જે મત્સર્ગ કરું છું, તેને અમૃતવલ્લીના રસમાં મેળવી કે તેની બે આંખમાં એકવાર આજે તે તે દેખતી થઈ શકે.”
- રાતના સમયે આ બાપ-દીકરા વચ્ચે થયેલી વાત વિક્રમચરિત્રે સાંભળી તેને અમલ સવાર થતાં કર્યો. તેણે તે પક્ષીની હગાર લઈ અમૃતવલ્લીના રસમાં ભેળવી પિતાની આંખમાં આંજી. પરિણામે તેને થોડું થોડું દેખાવા લાગ્યું,
ડીવાર પછી તે સંપૂર્ણ દેખતે થઈ ગયે. કહેવાય છે, મંત્ર વગરને કેઈ અક્ષર નથી. પ્રત્યેક વનસ્પતિ જુદાજુદા ઔષધમા ઉપગમાં આવી શકે છે. પૃથ્વી અનાથ નથી. પરંતુ આ બધાને ઓળખનાર, તેની વિધિ જાણનાર ભાગ્યે જ મળે છે. મંત્ર, તંત્ર, ઔષધિ રત્ન વિગેરે આ પૃથ્વીમાં રહેલાં છે.
આંખમાં દવા આંજવાથી તે દેખતે થઈ ગયે, રાજકુમારે પિતાનાં વસ્ત્ર સારી રીતે ધોયાં, ભારડ પક્ષીની હગાર લઈ વૃક્ષને વિંટાયેલ અમૃતવલ્લીના રસમાં મેળવી તેની કેટલીય ગેળીઓ બનાવી પિતાની પાસે રાખીને તે ભારંડ પક્ષ પાસે ગયે, પ્રણામ કર્યા. તે જોઈ વૃદ્ધ ભારડે પૂછ્યું, “આજ તે હું તમારા રંગઢંગ ફરેલાં જોઉં છું. તમારામાં ફેરફાર કેવી રીતે થયે તે મને કહે.
“આ બધું તમારી પ્રસન્નતાથી જ થયું છે.” રાજકુમારે કહ્યું, “હું તમારી કૃપાથી આજે આનંદમાં છું. જે