________________
૧૯૧
“ આ અતિથિને ઝાડ પર લઇ આવે.” ભારડ પક્ષીએ પેાતાનાં બાળકાને કહ્યું.
બાપના કહેવાથી એક બાળક ઊઠયા ને અતિથિને પોતાના બાપ પાસે લાવ્યેા.
અતિથિ પોતાની પાસે આવતાં ભારડ પક્ષીએ તેને કેટલાંક ફળા આપ્યાં, જે ખાઈ વિક્રમચરિત્ર સ તાષ પામ્યા. તે પછી પક્ષીએ તેને નીચે ઉતાર્યાં. આમ પક્ષીઓ તેને રાજ ફળ આપતાં. તે ખાતા ને સુખપૂર્વક પોતાનાં દિવસે વિતાવવા લાગ્યા.
એક દિવસે ભારડ પક્ષીએ પોતાના પુત્રને મેડા આવેલા જોઈ પૂછ્યું, “આજ આટલું મોડું કેમ થયું ? ”
“ બાપુ.” પક્ષી કહેવા લાગ્યા. “ હું એક વનથી બીજા વનમાં ક્રીડા કરતા કરતા કનકપુર નામના સુ ંદર નગરમાં ગયા. . ત્યાં કનકસેન રાજાની રતિનામની સ્ત્રી છે. તેની કન્યા કદાષથી આંધળી થઈ ગઈ છે. તે કન્યા ઘણી રૂપાળી યુવાવસ્થામાં આવેલી હાવા છતાં આંધળી હોવાના કારણે આજ ચિતા પર ચઢવા જઈ રહી હતી.
રાજાએ તે દેખતી થાય તે માટે કેટલાય ઉપચારા કર્યો પણ તે દેખતી ન થઈ તેના બાપે તેને કેટલું ય સમજાવી, દસ દિવસ રાહુ જોવા કહ્યું, નગરના લોકો તેને જોવા ભેગા થયા. હું પણ ત્યાં રાકાઈ ગયા.. હૈં માપુજી ! શુ તે કન્યા દેખતી ન થઈ શકે ? ”