________________
પ્રકરણ અઠ્ઠાવીસમું . ભારડ પક્ષી અને ગુટકા પ્રભાવ
વિક્રમચરિત્ર જે ઝાડ નીચે સૂતા હતા તે ઝાડ પર કેટલાય સમયથી એક અશકત વૃદ્ધ ભાખંડ પક્ષી પિતાનાં કેટલાય. બાળક સાથે રહેતે હતે.
સવાર થતાં તેનાં બાળકો દશે દિશાઓમાં દૂર દૂર ચણ માટે જતાં હતાં અને સાંજ થતાં માળામાં આવી તેમના બાપને પ્રણામ કરી તેમને ફળ આપતા હતા.
તે દિવસે પણ રેજના નિયમ પ્રમાણે આવી પોતાના બાપને ફળ આપ્યું તે ફળ લઈ વૃદ્ધ ભારડ બોલ્યા, “અત્યારે અહીં કેઈ અતિથિ છે?
આ અવાજ સાંભળી વિક્રમચરિત્ર બે, “હે તાત! હું અહીં અતિથિ છું”
તમે કેણ છે?” વૃદ્ધ પક્ષીએ પૂછયું.
“દીન-દુઃખી તથા કૃપાપાત્ર થવાને , મારા કર્મથી લદાયેલે એ હું છું.” રાજકુમારે કહ્યું.