________________
૨૧૮
હે રાજન!” બાળક બે, “દાનનું મહાભ્ય સાંભળે, મેં અન્નપાનનું દાન કર્યું, તેથી આ નગરમાં મારે જન્મ થયો છે. ગયા જન્મમાં મેં આપને આદરપૂર્વક અન્ન-પાન આપ્યું, તે દાનના પ્રભાવે હું આજ બત્રીસ કેટી સુવર્ણના સ્વામી શેઠ શ્રીપતિને પુત્ર થયે છું.”
બાળકની આ વાત સાંભળી મહારાજા પ્રસન્ન થયા. ને પૂછવા લાગ્યા, “તમારી સ્ત્રીની શું સ્થિતિ થઈ?”
તે આ જ નગરમાં દાંતાક શેડને ઘેર પુત્રી રૂપે જન્મી ચૂકી છે.” તે બાળકે કહ્યું. “દિવસે જતાં તે મારી સ્ત્રી થશે.”
રાજાએ પૂછ્યું, “તમે હમણું તે જન્મ્યા છો, તે તમને આ જ્ઞાન કેવી રીતે થયું ?”
“દેવી પદ્માવતી માતા મારી દ્વારા બેલે છે.” બાળકે કહ્યું
રાજા આ વાત સાંભળી સંતોષ અને આનંદ પામ્યા. અને પહેલાની જેમ દાનાદિ ઉલ્લાસપૂર્વક કરવા લાગ્યા. વળી તે બાળક પર ખુશ થઈ મહારાજાએ તેને પાંચ ગામે ઇનામમાં આપ્યાં.
(૦'૦'નો