________________
પ્રકરણ સત્તાવીસમું .. ... ... જંગલમાં એકલા
કઈ એક વખતે મહારાજા વિક્રમાદિત્યે મુખ્ય કેવાધ્યક્ષને કહ્યું, “મારે પુત્ર જેટલું દ્રવ્ય માંગે તેટલું તમારે તેને આપવું.”
“જી” કષાધ્યક્ષે રાજાજ્ઞાને સ્વીકાર કર્યો. અને રાજકુમાર જ્યારે જ્યારે અને જેટલું જેટલું દ્રવ્ય માંગે ત્યારે ત્યારે તેને તેટલું દ્રવ્ય આપવા લાગ્યા.
આ રાજકુમારની મૈત્રી દિવસે જતાં દાન્તાક શેઠના પુત્ર સોમદત્ત સાથે બંધાઈ
રાજકુમાર સેમદત્ત સાથે ઉદ્યાનમાં જ્યાં વૃક્ષો વગેરે હતાં ત્યાં કીડા કરવા આવ્યું.
એ બાગમાં એક વૃક્ષની નીચે ધર્મશેષ નામના સૂરીશ્વર ધ્યાનમાં બેઠા હતા. ત્યાં વિક્રમચરિત્ર ગયો અને ધર્મોપદેશ સાંભળવા વિનયપૂર્વક તેમની સામે બેઠે.
ધર્મઘોષસૂરીશ્વરે વિક્રમચરિત્રને મેક્ષ અને સુખ આપનાર ધર્મોપદેશ સંભળા, પછી બીજી વાત કરતાં