________________
ભીલ અને ભીલડીને મરેલાં જોઈ મહારાજા દુઃખી થયા. અને વિચારવા લાગ્યા, “આ ભયંકર વનમાં કોઈપણ કારણ સિવાય મારે પર ઉપકાર કરનાર આ દંપતી અકસ્માત મૃત્યુ પામ્યાં. અરે, બનેએ મને જીવતદાન આપ્યું છે, તેમની આ ‘દશા? સત્કર્મ કરનારની વિધાતાએ આ દશા કરી? વિધિની ગતિ ખરેખર વિચિત્ર છે.” ( ભીલ અને ભીલડીનાં મૃત્યુથી રાજા દુઃખી થઈ રહ્યા હતા, તેવામાં તેમને શોધતી એક ટુકડી ત્યાં આવી પહોંચી રાજા તેમની સાથે નગરમાં ગયા. ઉપરોકત બનાવને લઈ જે દાન હમેશાં આપવામાં આવતું હતું તે રાજાએ દુઃખી થતાં બંધ કર્યું.
દાન આપવાનું બંધ કરવાથી દૂર દૂરથી આવતા યાચક નિરાશ થવા લાગ્યા.
સદૈવ પરોપકાર કરનાર, દાન ધર્મમાં પ્રેમવાળા મહારાજા વિક્રમાદિત્યે દાન આપવાનું બંધ કરવાથી યાચકે હાહાકાર કરવા લાગ્યા.
ઉપરોકત બનાવ બન્યા પછી કેટલાક મહિનાઓ બાદ અવંતીનગરીમાં રહેતા શ્રીપતિ નામના શ્રીમંત શેઠને ત્યાં શુભ દિવસે એક પુત્રને જન્મ થયે.
જન્મ થયા પછી તરત જ તે બાળકે પોતાના પિતાને બેલાવી સ્પષ્ટ ભાષામાં કહ્યું, “હે પિતાજી! મહારાજા વિક્રમદિત્યને તમે મારી પાસે બોલાવી લાવે. કેમ કે તેમના પર ભવિષ્યમાં કઈ વિન આવવાનું છે.”