________________
૨૧૩
રીતે શીખવેલ હતું. તેથી તે રાજા ને લઇ દોડે ને સિંહ વાઘવાળા જંગલમાં લઈ એક ઝાડ નીચે આવી તે અટકે.
મહારાજા વિક્રમાદિત્ય તે ઘોડા પરથી ઊતર્યા તે સાથે જ શ્રમિત થયેલે તે ઘડે ત્યાં જ મરી ગયે.
મહારાજા વિક્રમાદિત્યે ઘોડાને એકાએક મરેલે જે અને પોતે પણ તાપ અને તરસથી પીડાતા મૂર્શિત થયા. જેમ સૂકું ઝાડ પૃથ્વી પર પડે તેમ. રાજાના પૂર્વના પુણ્ય કઈ એક વનવાસી ભીલ ઘોડાના પગલે પગલે ત્યાં આવી પહોંચે.
બધાં જ પ્રાણીઓનું પુણ્યથી જ રક્ષણ થાય છે.
એ વનવાસીએ મહારાજા વિક્રમાદિત્યને બેભાન થયેલા જોઇ મનમાં વિચાર્યું, “આ કોઈ મહાન વ્યક્તિ છે.” આમ વિચારીને ભીલે સરોવરમાંથી પાણી લાવી છાંટી તેમને સાવધ કર્યા.
સાવધ થયા પછી વિના પૂછે ઉપકાર કરનાર ભીલ પર પ્રસન્ન થઈ વિક્રમાદિત્ય કહેવા લાગ્યા, “હે પુરુષ ! તમારા જેવા વિરલા જ ગુણને જાણવાવાળા હોય છે, પોતાના દેને જાણવાવાળા પણ વિરલા જ હોય છે. બીજાનું કાર્ય પૂર્ણ કરનારા પણ થોડા જ હોય છે. તેવા માણસને લઈને જ આ પૃથ્વી ધારણ કરાઈ છે. જેની બુદ્ધિ પરે પકાર કરવામાં જ રહેલી છે, જે ઉપકારને ક્યારે પણ ભૂલતા નથી. કહેવાય છે.” - “સજજન માણસ પોતાનું કાર્ય છેડી બીજાનું કાર્ય કરે છે, જેમ ચંદ્ર પોતાના કલંકને દૂર કરવાનું રહેવા દઈ પૃથ્વીને પ્રકાશ આપે છે.”