________________
૨૦૮
કર્યો છે, બેવાર જમતાં પણ નથી. મંત્રીઓ વગેરે ચિંતા કરતાં વિકમચરિત્રના આવવાની રાહ જુએ છે.” આમ કહી મુસાફર ચાલ્યા ગયે. | મુસાફરના મેઢેથી અવતીના સમાચાર જાણી વિક્રમચરિત્ર અને વેગ ઘોડા પર બેસી આગળ વધે ને બીજે દિવસે સવારે અવંતી લગભગ આવી ગયે, ત્યારે રૂપસુંદરી કન્યા ચિતા પર ચઢવા વિક્રમાદિત્ય તથા બીજાઓ સાથે નગર બહાર આવી, ત્યાં ચિતા તૈયાર રાખવામાં આવી હતી, તેની પ્રદક્ષિણા કરી તે ચિતા પર ચઢવા જાય છે, ત્યાં તો વિકમચરિત્ર આવી પહોંચ્યા. | વિક્રમચરિત્રને અચાનક આવેલો જોતાં ત્યાં હાજર રહેલાં બધાં આનંદમાં આવી ગયાં.
વિક્રમચરિત્રે ભક્તિભાવથી પોતાના માતાપિતાના ચરણોમાં પ્રણામ કર્યા પછી મહારાજાએ ઘણી ધામધૂમથી રૂપસુંદરી અને શુભક્તને નગરમાં પ્રવેશ કરાવ્યું અને શુભ મુહૂર્તમાં રૂપસુંદરી સાથે વિક્રમચરિત્રના લગ્ન કરાવ્યાં.
બંને વહુઓને રહેવા માટે મહારાજાએ સાત માળવાળામહેલ આપ્યા, પછી વિક્રમચરિત્રે પિતાના પિતાને આદિથી, અંત સુધી બનેલો બધે વૃત્તાંત કહ્યો.
દીપક પિતાના તેજથી પ્રત્યક્ષ વસ્તુઓને પ્રકાશિત કરે છે, પરંતુ નિષ્કલંક પુત્ર તે પિતાના પૂર્વજોને પણ પિતાના ગુણોથી પ્રકાશિત કરે છે.
પાંચમો સગ સંપૂર્ણ