________________
ર૦૭
માળણને સવા લાખની કીમતનાં મોતી રત્નાદિક વિક્રમચરિત્રે શુભમતીના કહેવાથી આપ્યાં.
બધું નિર્વિને પૂરું થઈ ગયા પછી વિક્રમચરિત્ર ગિરનાર પર શ્રી અન્તનાં દર્શન કરવા ગયાં. તેમણે શુદ્ધ હૃદયથી શ્રી નેમિનાથનું પૂજન કર્યું, સુંદર સ્તેથી પ્રાર્થના કરી, તે પછી ગિરનાર પર્વત પરથી નીચે ઊતર્યા. નીચે ઉતર્યા પછી વિક્રમચરિત્ર પણ પિતાની પત્ની, ઘણા ઘોડા અને હાથીઓ સાથે ત્યાંથી અવંતી તરફ જવા લાગ્યા, રસ્તામાં અવંતીથી કાવતે એક મુસાફર મળે. તેને વિક્રમચરિત્રે અવંતીની નવાજની પૂછી. મુસાફર કહેવા લાગે, “ભટ્ટમાત્ર ભીમ નામના રાજાની અત્યંત સૌંદર્ય સંપન્ન રૂપસુંદરી નામની કન્યાને વિક્રમચરિત્ર સાથે પરણાવવા લઈ આવ્યા, ત્યારે વિક્રમચરિત્ર ક્યાંક ચાલ્યા ગયા હતા. આ સમાચાર મહારાજાએ જાણ્યા એટલે તરફ સેવકે મોકલી તેમની શોધ કરાવી. પરંતુ અત્યાર સુધી તેમને પત્તો નથી. તેથી રૂપસુંદરીએ કહ્યું, પિતે ચિતા પર ચઢી બળી મરશે.” એટલે મહારાજા અને મંત્રીઓએ રૂપસુંદરીને કહ્યું, “તમે મહિને રાહ જુઓ તે સમયમાં વિક્રમચરિત્ર ન આવે તે ખુશીથી ચિતા પર ચઢજો.” આમ રૂપસુંદરીને બધાએ બહુ મુશ્કેલીએ સમજાવી છે. કાલે મહિને પૂરો થાય છે તેથી રાજકન્યા રૂપસુંદરી ચિતા પર ચઢશે.
મહારાજા વિક્રમાદિત્ય અને મહારાણી સુકમલા પુત્રના વિશે ઘણું દુઃખી છેઃ મહારાણીએ નિદ્રાને ત્યાગ