________________
૨૦૬
શુભમતીએ બનેલી બધી વાત પોતાના પિતા આગળ કહેતાં કહ્યું, “મારા શિયળની રક્ષા માટે મેં સ્વરૂપ બદલી નાંખ્યું હતું : રાજકન્યા, સિંહ અને ધર્મધ્વજનું કામ મેં આનંદકુમારના વેશમાં કર્યું.”
દીકરીની વાત સાંભળી મહાબળે પૂછ્યું, “હવે તું કોની સાથે પરણવા ઇરછે છે?”
હું મહારાજા વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્ર સાથે પરણવાની છુ” શુભમતીએ બાપના પ્રશ્નના જવાબમાં કહ્યું.
બેટા!” મહાબળ બોલે, “તે અહીંયાં અત્યારે ક્યાંથી આવશે?”
બાપુ! ” શુભમતી બોલી, “તેઓ અત્યારે આ નગરમાં છે. મેં ધર્મધ્વજ પહેલાં જ વિકમચરિત્રને પસંદ કર્યા હતા અને મારું મન પણ તેમને જ વરવાનું છે.”
વિક્રમચરિત્ર કયાં છે?” મહાબળે પૂછયું.
“બાપુ” કહેતી શુભમતીએ વિક્રમચરિત્ર જ્યાં તે તે સ્થાન બતાવ્યું.
મહાબળ વિકમચરિત્રનું સ્થાન જાણી ત્યાં જઈ બધું કહી આનંદ ઉત્સવ સાથે શુભમતીનાં લગ્ન વિક્રમચરિત્ર સાથે કર્યા પછી શુભમતીએ વિક્રમચરિત્રને પોતે સિંહ ખેડૂત સાથે કેવા સંજોગોમાં ગઈ હતી તે બધું કહ્યું અને પિતાની સાથે રાખેલ મને વેગ ઘેડ જે માળણને ત્યાં રાખ્યું હતું તે ત્યાંથી લાવી આપે.