________________
૧૯૮
સાથે રાજમહેલે આવ્યું. રાજાએ તેને જે, એટલે પ્રસન્ન થઈ આવકાર આપી કહ્યું, “હે કુમાર ! તમે મારી પુત્રીને નીરોગી કરે. તેમ કરતાં હું તમારું માગ્યું ઈનામ આપીશ.”
રાજાની વાત સાંભળી આનંદકુમાર બોલ્યા, “હે રાજન! તમારી કન્યા સાથે આઠ ગામ જેને હું અપાવું તેને તમે આપશે ? અને સાત જન સુધી પૃથ્વી એક માસ માટે મને આપો તે હું તમારી કન્યાને દેખતી કરું.”
આ સાત જન પૃથ્વીમાં ગિરનાર પણ આવી જેતે હતું. જ્યાં લેકે અન્નદાનને માટે આવતા હતા.
રાજા આનંદકુમારની વાત સાંભળી પિતાની પુત્રી પાસે ગયા. ને બોલ્યા, “આનંદકુમાર ઢોલને અટક્યા છે. ને અત્યારે અહીંયાં છે, તે કહે છે, હું જેને સ્વીકારવા કન્યાને કહું તેને મારી આજ્ઞાથી સ્વીકારે તે હું કન્યાને દેખતી કરું.”
રાજાની વાત સાંભળી કન્યા બોલી, “બાપુ! તમારી આજ્ઞા પ્રમાણે થશે. કેમકે બાપથી સંપાયેલ વર કન્યા હર્ષપૂર્વક સ્વીકાર કરે છે. આ ઉચ્ચ આદર્શ કન્યાઓ માટે , ચાદરને પાત્ર રહ્યો છે.”
પિતાની પુત્રીની વાત સાંભળી રાજા જ્યાં આનંદ કુમાર હતું ત્યાં આવ્યા ને કહ્યું, “તમે કન્યાને બને તેટલી ઉતાવળે દેખતી કરે. તમે જે માંગ્યું છે તે આપવામાં આવશે.”
રાજાના કહેવાથી આનંદકુમારે ગજેન્દ્રકુંડથી પાણી લાવી સારા દિવસે મંત્ર તંત્ર વગેરેથી સાધવાને આડંબર