________________
૧૯૪
ઘણે દુઃખી થવા લાગે, કેમકે ધન, ધાન્ય, સ્ત્રી, વગેરે જવાથી માણસ ઘણે દુઃખી થાય છે.”
ત્રીજા પુત્રની વાત પૂરી થયા પછી પુત્ર બલ્ય, બાપુ! હું સુંદર વનમાં ફરતે ફરતે એક ઝાડ પર બેઠે, તેવામાં બે મુસાફરે કયાંકથી આવી તે ઝાડ નીચે બેઠા.
તે બેમાંથી એક કહેવા લાગ્યા, “તમે પૃથ્વીમાં કાંઈ નવાઈ જેવું જોયું છે કે સાંભળ્યું છે? અત્યારે તમે ઉદાસ કેમ છે ! શું કે તમારું ધન કે સ્ત્રીને ઉપાડી ગયું છે? જે હોય તે મને સાચેસાચું કહો.
“તમારી આગળ મારું દુઃખ કહી શક્તા નથી.” બીજા મુસાફરે કહ્યું, “દુનિયામાં કેઈનું દુઃખ કઈ લઈ શકતું નથી. કારણ કે મનુષ્ય પોતાનાં પહેલાનાં કરેલાં કર્મનાં જ ફળ ભેગવે છે.
કઈ પ્રાણીનાં સુખ અથવા દુઃખને હરનાર બીજો કોઈ નથી, તેવું સબુદ્ધિથી વિચારવું જોઈએ. પૂર્વજન્મમાં કરેલાં સારા અથવા બેટાં કર્મોના પ્રભાવથી સંપત્તિ અને વિપત્તિ આવે છે, તેથી કેઈન પર ક્રોધ કરવાથી અથવા પ્રસન્ન થવાથી શું લાભ?”
તમારું કહેવું સારું છે. બીજો છે, છતાં તમારું દુઃખ મને કહે, કારણ કે કોઈની આગળ દુઃખ કહેવાથી માણસ કાંઈક શાંતિ મેળવી શકે છે.”
હું અવંતીપુરના રાજાને પુત્ર છું. પહેલે માણસ બે,